વીજ કર્મીઓની જીયુવીએનએલ સાથે બેઠક નિષ્ફળ: લડત હવે બમણા જોરથી ચલાવાશે

64

જીયુવીએનએલના એમ.ડી.એ સમિતિની માંગણીઓ બોર્ડ મીટીંગમાં મુકવાની ખાતરી આપી પરંતુ માંગણી મુજબના લાભોની નિયત સમયમાં અમલવારી કરવાની ખાતરી ન આપતા આંદોલન યાવત: આગામી ૧૪મીએ માસ સીએલ અને ૨૦મીથી અચોક્કસ મુદતની હડતાલ

વીજ કર્મીઓએ વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે આંદોલન શરૂ કર્યું છે. જેમાં બે વિરોધદર્શક કાર્યક્રમ યોજાયા બાદ જીયુવીએનએલના મેનેજમેન્ટ દ્વારા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમીતીના હોદ્દેદારોને મધ્યસ્થી ર્એ બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં જીયુવીએનએલના એમ.ડી.એ. સમીતીની માંગણીઓ બોર્ડ મીટીંગમાં મુકવાની ખાતરી આપી પરંતુ માંગણી મુજબના લાભોની નિયત સમયમાં અમલવારી કરવાની ખાતરી ન આપતા આંદોલન બમણા જોરે યાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેથી હવે આગામી ૧૪મીએ માસ સીએલ અને ૨૦મીથી અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવનાર છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમન લીમીટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીમાં ફરજ બજાવતા ૫૫ હજારી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક લાભો જેવા કે, સાતમાં વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચઆરએ અને એલાઉન્સ એપ્રિલ ૨૦૧૬થી ચૂકવી આપવા, જીએસઓ ૦૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલીક ભરતી કરવી, હાલની મેડિકલ સ્કીમ સુધારવી, હક્ક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનીકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરીની સામે રિસ્ક એલાઉન્સ આપવું એ સહિતની અનેક માંગણીઓ બાબતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબીયા દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

જેમાં તાજેતરમાં વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજયો હતો ત્યારબાદ કાળીપટ્ટી બાંધી જિલ્લા કલેકટરો, પોલીસ કમિશનર તેમજ વીજ કંપનીઓના મેનેજીંગ ડાયરેકટરને આવેદનપત્ર પાઠવ્યા હતા. આ આંદોલન હજુ આગામી દિવસોમાં ચાલુ રહેવાનું હોય જેને ધ્યાને લઈ જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમીતીના હોદ્દેદારો સાથે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જીયુવીએનએલના એમડી દ્વારા સાતમાં પગારપંચના એલાઉન્સ, વિદ્યુત સહાયકનો હાયર ગ્રેડ, સીનીયોરીટી, ટેકનીકલ સ્ટાફને રિસ્ક એલાઉન્સ, જીએસઓ-૪ મુજબ સ્ટાફ, ૧૦ અને ૧૦૦ના ગુણાંકનો પગાર, હક્ક રજાનો પગાર, મેડિકલ સ્કીમ સહિતના મુદ્દે શકારાત્મક ચર્ચા કરવામાં આવેલી હતી અને એલાઉન્સ અને અન્ય લાભો માટે આગામી બોર્ડ મીટીંગમાં આ માંગણી મુકવાની ખાતરી આપી હતી પરંતુ સમીતીની માંગણીઓ મુજબ લાભો અંગે નિયત સમય મર્યાદામાં અમલવારી કરવામાં સરકારની મંજૂરી મળવાની કોઈ ખાતરી આપવામાં અસર્મતા દર્શાવી હતી. જેથી આ બેઠક નિષ્ફળ રહી હતી. માટે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમીતી દ્વારા હવે બમણા જોરી આંદોલનને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે આગામી ૧૪મીએ માસ સીએલનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારબાદ આગામી ૨૦મીથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે, વીજ કર્મચારીઓના અગાઉ યોજાયેલા વિરોધ દર્શક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉપરાંત દિવાળીની રજાઓમાં ગ્રાહકોને હાલાકી ન પડે તે માટે વીજ કર્મચારીઓએ માનવતાના ધોરણે આંદોલનનો કાર્યક્રમ દિવાળી બાદ શરૂ કર્યો હતો. પરંતુ વીજ કર્મચારીઓની માંગણી ઉકેલાય તેવા અણસાર બેઠકમાં ન જણાતા હવે વીજ કર્મચારીઓ બમણા જોરથી આંદોલનના આગામી કાર્યક્રમો આપવાના છે. જેમાં આગામી ૧૪મીએ માસ સીએલનો કાર્યક્રમ છે ઉપરાંત તેમ છતાં જો મેનેજમેન્ટ કે સરકાર દ્વારા વીજ કર્મચારીઓની માંગણીનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ૨૦મીથી અચોકકસ મુદતની હડતાલ વાની છે. આ હડતાલમાં વીજ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ પરથી અળગા રહેશે. જ્યાં સુધી તેની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ ફરજ પર જશે નહીં. માટે જો સરકાર હકારાત્મક વલણ નહીં દાખવે તો આગામી દિવસોમાં વીજ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ જોવા મળશે.

Loading...