Abtak Media Google News

માઈન્ડ પાવરથી ગોલ નકકી કરી કઈ રીતે સફળતા મેળવવી તે અંગે જાણકારી અપાઈ

પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગર્વમેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ દ્વારા ‘પાવર ઓફ સબકોન્સીયસ માઈન્ડ’ સેમિનારનું આયોજન કર્યું હતું. જેના પ્રવકતા ડો.જીતેન્દ્ર અઢીયા હતા જેમને મેડિકલ કોલેજના સ્ટુડન્ટને એક દિશા આપવા અને કેવી રીતે માઈન્ડ પાવર દ્વારા કેવી રીતે ગોલ નકકી કરવો અને સફળતા મેળવવી એ સેમિનાર દ્વારા જણાવ્યું હતું.Vlcsnap 2018 07 02 13H33M44S233

જેમાં મેડિકલ કોલેજના ડિન યોગેશાનંદ ગોસ્વામી સાથે વિવિધ મેડિકલ કોલેજના એચઓડી, પ્રિન્સીપાલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. Vlcsnap 2018 07 02 13H33M51S60અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.યોગેશાનંદ ગોસ્વામી મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે, પીડીયુ દ્વારા આજના સેમિનારનો હેતુ એ છે કે બે પ્રકારના મગજ હોય એક જાગૃત અને અધજાગૃત અવસ્થાવાળું, અધજાગૃત માઈન્ડ દ્વારા વીસ્યુલાઈસેશન દ્વારા કોઈપણ સપનાની પ્રાપ્તિ ૧૦૦% સફળ થાય.Vlcsnap 2018 07 02 13H33M24S47

ડો.જીતેન્દ્ર અઢીયા દ્વારા કે જે માઈન્ડનો પાવર કેટલો છે એ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને ગોલ શું હોય અને લોંગ ટમ ગોલ રાખી અને શું બનવા માંગે એ મેડિકલ સ્ટુડન્ટને સેમિનાર દ્વારા વિચારતા કરી મુકયા છે.Vlcsnap 2018 07 02 13H33M58S121

અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.જીતેન્દ્ર અઢીયાએ મેડિકલ સ્ટુડન્ટને સેમિનારમાં જણાવ્યું હતું કે, પ્રેરણાનું ઝરણુથી મને બધા ઓળખે છે અને માઈન્ડ પાવર પર આજે સેમિનાર આપ્યો છે. આજે મારા વતન રાજકોટમાં જ મારી મેડિકલ કોલેજ એક સમયમાં એના જ માટે અને મેડિકલ વિદ્યાર્થીઓ માટે અને ડોકટરો પણ મનની શકિતઓ જાણી લે તો ખરેખર મનનું ભલુ કરી શકે એજ ઈરાદા સાથે મેં સેમીનાર કરેલો છે. સાથો સાથ કેવી રીતે લાઈફમાં સફળ બનવું અને કેવી રીતે આપણી મગજની સબકોન્સીયસ માઈન્ડનો યુઝ કરવો એ જણાવ્યું હતું. જેમાં વિવિધ આઘ્યાત્મિક, ભૌતિક, શારીરિક ગોલને અચીવ કરવા અને એના દ્વારા સફળતા મેળવી. સાથો સાથ એમને પોતાના જીવનના સપનો વિશે પણ જણાવ્યું હતું અને વિઝયુલાઈસેશન દ્વારા કેમ સફળ બની સપના પૂર્ણ કરવા એ જણાવ્યું હતું.Vlcsnap 2018 07 02 13H34M06S204

અબતક સાથેની વાતચીત દરમિયાન સેમિનારના મેડિકલ સ્ટુડન્ટ રાજએ જણાવ્યું હતું કે, આજનો સેમિનાર દ્વારા મને બહુ મજા આવી અને કેવી રીતે સ્વપ્ન મારું સાકાર કરવું એ પણ મેં જાણ્યું કે માઈન્ડનો પાવર શું છે એ જાણ્યું અને ફયુચરમાં એ હું જીવનમાં ઉતારી સ્વપ્નો પૂર્ણ કરું. શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, હું નર્સીંગ વિદ્યાર્થી છું. સેમિનારમાં મને એવું લાગ્યું કે ફયુચરમાં હું ઘણુ બધુ કરી શકું અને ઈન્સ્પિરેશન એમના દ્વારા મળી એકસ્પેરીમેન્ટ દ્વારા વીઝયુલાઈસેશન દ્વારા એનો પાવર ખ્યાલ આવ્યો ગોલ સાથે અટેચમેન્ટ રાખવું જોઈએ.Vlcsnap 2018 07 02 13H34M13S22

દ્રષ્ટિ કાલરીયાએ જણાવ્યું કે, આજે સેમિનાર દ્વારા કેવી રીતે ગોલ સચિવ કરવો અને સફળ બનવું એ જાણ્યું નવું જાણવા મળ્યું અને વીઝયુલાઈઝેશનનું ઈમ્પ્લીમેન્ટ કરીશ અને ગોલ એના દ્વારા સચિવ કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.