Abtak Media Google News

સ્વતંત્રતા દિનની ઉજવણી સમારોહના ભાગ‚પે સોશિયલ મીડિયા પર સરકાર ‘ટ્વીટર પોલ્સ’ અને ક્વિઝ યોજાશે

હાલ બાળકો-યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે જયાં જુએ ત્યાં અવનવા પોઝની સાથે સેલ્ફી લેવા માંડે છે ત્યારે હવે આ સેલ્ફી શોખીનો માટે સરકારે આ ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિતે એક નવીનતમ પહેલ કરી છે. ૧૫મી ઓગસ્ટ આડે ગણતરીના દિવસો રહ્યા છે. શાળા-કોલેજોમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ પર્વ નિમિતે તિરંગાની સાથે સેલ્ફી પોસ્ટ કરો જેને સરકાર રીટ્વીટ કરશે અને તેમને ‘સ્ટાર’ બનાવી દેશે.

રાજપથ પર સામાન્ય નાગરિકો માટે પણ એક અઠવાડિયા માટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગ‚પે જશ્ન અને વિવિધ કાર્યક્રમો મનાવવામાં આવે છે. જેને લઈ મોદી સરકાર આ વર્ષે ૭૦માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે ભવ્ય સમારોહનું આયોજન કરી રહી છે.

આ દિન નિમિતે સુચના અને પ્રસારણ મંત્રી વૈકેયા નાયડુના નિર્દેશો પર પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના તમામ મંત્રીઓ પાસે અગાઉથી જ પત્ર પહોંચી ગયા છે. જેમાં ૭૦માં સ્વાતંત્ર્ય દિનના મહત્વ પર લખવાનું જણાવાયું છે. એક અધિકારીએ જણાવ્યું કે, સ્વાતંત્ર્ય બાદ રાષ્ટ્રએ શું પ્રગતિ કરી એ વિષય પર લખવાનું હતું પરંતુ વધારે ધ્યાન મોદી સરકારના નેતૃત્વમાં પાછલા ત્રણ વર્ષમાં કેટલી પ્રગતિ કરી તે પર અપાયું છે.

પ્રધાનમંત્રીએ એક નવા ભારતના ક્ધસેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વતંત્રતાના વિવિધ પહેલુઓ પર સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ‘ટ્વિટર પોલ્સ’ અને ક્વિઝ (પ્રશ્ર્નોતરી) કરાશે. આ ઉપરાંત મોદી સરકારે તિરંગાની સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા આમંત્રણ આપ્યું છે. સરકાર આવી પોસ્ટોને રીટ્વીટ કરશે અને તેમાંથી અમુક પોસ્ટની પસંદગી કરશે. અઠવાડિયાનો આ ઉત્સવ મનસિંહ રોડ અને જનપથની વચ્ચે રાજપથ લોન્ચમાં ૧૨ થી ૧૮ ઓગસ્ટ સુધી લાલ કિલ્લામાં સ્વતંત્રતા દિવસ સમારોહની સાથે આયોજીત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.