Abtak Media Google News

પાણીની નવી પાઇપલાઇન ડેમેજ થતા પાણી વિતરણ થતું નથી

પોરબંદર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજાની કૃપા થતા અત્યારસુધીમાં ર૮ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. પોરબંદર જિલ્લાને પીવાનું પાણી પૂરૂં પાડતો ફોદાળા ડેમ છલકાયો છે છતાં છાંયા વીસ્તાર તરસ્યો જોવા મળી રહ્રાો છે. અહીં છેલ્લા આઠ દીવસથી પાણી નહીં મળતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

છાંયા શહેરમાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી હતી. હવે ચોમાસાના સમયમાં પૂરતો વરસાદ થયો છતાં છાંયા શહેરીજનોની પાણીની સમસ્યા દૂર થઈ નથી. છેલ્લા સાત દીવસથી છાંયા શહેરને પાણી મળ્યું નથી. પોરબંદર અને છાંયાને પાણી પૂરૂં પાડતા ફોદાળા અને ખંભાળામાં પૂરતી જળરાશી છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે છાંયાવાસીઓને તરસ્યા રહેવું પડે છે. છાંયા માટે નવી પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે તે ડેમેજ થઈ જતાં પાણી વીતરણ થતું નથી. આ અંગે છાયા નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખે રજુઆત કર્યા બાદ જુની પાણીની પાઈપલાઈનમાં પાણી શરૂ કર્યું છે.

છાંયા શહેરને નવી પાણીની પાઈપલાઈન આપવામાં આવી છે પરંતુ આ પાઈપલાઈનમાં અવારનવાર ક્ષાતીઓ સજર્ાય છે જેને કારણે છાયા શહેરને પૂરતું પાણી મળતું નથી. એલ. એન્ડ ટી. દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરીમાં ક્ષાતીઓ જોવા મળી રહી છે. જેને કારણે છાંયા શહેરીજનો છતે પાણીએ તરસ્યા જોવા મળી રહ્રાા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.