સવા અબજનો આંક વટાવતો વસતી વિસ્ફોટ

67
population-explosion-with-a-population-of-one-and-a-half-billion
population-explosion-with-a-population-of-one-and-a-half-billion

સવેળા નિયંત્રણ નહિ તો અમંગળ એંધાણ! નાનાં કુટુંબની હિમાયત કરવાનો ખૂદ વડાપ્રધાન માટે આવ્યો વખત! અબજો રૂપિયા ખર્ચાઈ ચૂકયા પછીયે વકરતી રહેલી સમસ્યા!

વસતિ વિસ્ફોટ (પોપ્યુલેશન ગ્રોથ)ની સમસ્યા આપણા દેશની મતિભ્રષ્ટતા-ભ્રષ્ટાચાર પછીની એક અતિ ગંભીર, સમસ્યાઓની પંકિતમાં આવે છે.

ભારતીય સંસ્કૃતિ નષ્ટ થતી રહી છે. અને કોન્વેન્ટ કલ્ચર એની છાતી ઉપર ચઢી બેઠું છે એ સમસ્યા પણ નાની સુની નથી ખુદ વડાપ્રધાને આપણા દેશમાં નાનાં કુટુંબોની હિમાયત કરવી પડી છે. અને તેને ‘રાષ્ટ્રધર્મ’ની ઉપમા આપવી પડી છે.

પ્રાપ્ત થયેલા છેલ્લા આંકડાઓ મુજબ, ભારતની વસતિ એક અબજ પાંત્રીસ કરોડના આંકે પહોચી છે, જે ૨૦૧૬માં ૧૩૨ કરોડની (એક અબજ બત્રીસ કરોડની હતી. આમ, બે જ વર્ષમાં દેશની વસતિમાં ત્રણ કરોડનો વધારો થયો છે.

ભારતમાં રોજ ૩૬ લાખ બાળકો જન્મે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૩માં સ્વાતંત્ર્યદિન નિમિતે લાલ કિલ્લા પરથી સતત છઠ્ઠી વાર રાષ્ટ્રજોગ પ્રવચન કરતા કહ્યું હતુ કે બીજી મુદત માટે સરકાર આવ્યાને માત્ર ૭૦ દિવસ થાય છે. તેમા જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ની નાબુદી સહિત અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. ઈન્સ્ટન્ટ ટ્રિપલ તલાક વિરોધી કાયદો, આતંકવાદ વિરોધી કાનૂન, મોટર વ્હિકલ ધારો આરટીઆઈ સુધારા ધારો સહિત ધણા કાનૂન બન્યા છે. તેમની સરકાર સમસ્યાને પેન્ડિંગ રાખવામાં માનતી નથી. દેશમાં એક ટેકસ બાદ રાષ્ટ્ર એક બંધારણ અમલી બન્યું છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણા નાબૂદી માટેના તમામ પ્રયાસ આવકાર્ય છે. ભૂતકાળમાં ભારતને આ બાબતે મોટુ નુકશાન થયું છે. જનતાની લાઈફમાં સરકારની દખલગીરી ઓછામાં ઓછી રહે તેવા પ્રયાસ કરાશે લોકોને પોતાની રીતે આઝાદીથી રહેવાનો હક છે. તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતુ કે નાનુ કુટુંબ હોવું એ પણ દેશભકિત જ છે. વસતી વધારા પર નિયંત્રણ જરૂરી છે. તે ઘણી મુશ્કેલી દૂર કરી શકે એમ છે. કેન્દ્ર અને રાજય સરકારે આ સમસ્યા હાથ ધરવા સ્ક્રીમ શરૂ કરવી જોઈએ એવી સલાહ આપી હતી.

એક રાષ્ટ્ર એક બંધારણ માટે દેશ ગૌરવ અનુભવે છે. જીએસટી આવ્યાબાદ એક રાષ્ટ્ર એક ટેક્ષ સિસ્ટમ અમલીબ નીને સફળ રહી છે. હવે વન નેશન વન પાવરગ્રીડ તથા વન મોબિલિટી કાર્ડની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે ફરી એકવાર વન નેશન વન ઈલેકશન હોવા વિશે ભાર મૂકયો હતો. લોકસભા રાજય વિધાનસભાની ચૂંટણી એકસાથે થવી જોઈએ એવો મત દર્શાવ્યો છે.

એમ મનાતું હતુ કે મોદીજીએ કારભાર સંભાળ્યો ત્યારે આશા હતી કે કુટુંબ નિયોજનને મહત્વ આપવામાં આવશે. પણ કુટુંબ નિયોજનની યોજનાને તેમણે જે રરીતે નજર અંદાજ કરી છે. તે જોતા કહી શકાય કે રોમ ભડકે બળતુ હતુ ત્યારે નીરો ફીડલ વગાડતો હતો. તાજેતરમાં પ્રાપ્ત થયેલા તાજા આંકડાઓ મુજબ ભારતની વસતિ હાલ ૧૩૫ કરોડની છે, જે ૨૦૧૬માં ૧૩૨ કરોડ હતી. અર્થાત માત્ર બે જ વર્ષમાં વસતિમાં ત્રણ કરોડ જેટલો વદારો થયો છે. (ચીનના વસતિવધારાના પ્રમાણમા એ ૨૮લાખ જેટલો વધારે છે) ભારતમા રોજ ૩૬ લાખ બાળકો જન્મે છે. નિષ્ણાંતો કહે છેકે વસતિ વધારાનું વિષચક્ર આટલી તેજ ગતિથી આગળ વધતુ રહ્યું તો ૨૦૨૨ સુધીમાં ભારતની વસતિ ચીન કરતા એક કરોડથી આગળ નીકળી જશે.

નવા સર્વે મુજબ હવે દર બે સેક્ધડે છ બાળકો જન્મે છે અને શાળાઓ દશ વર્ષમાં માંડ એકાદ ખૂલે છે. પૃથ્વનું કદ તેટલુ જ રહે છે. પણ વસતિ બેફામ વધતી રહે છે. દોસ્તો, આપણી અવદશાના આવા અનેક બાકોરા પહેલા પૂરવા પડશે. નહીતો આપણાદેશનું જહાજ એક દિવસ આપણા જ ભારથી ડુબી જશે. આ દેશની દુર્દશા, ચીન, પાકિસ્તાન કે અમેરિકાને કારણે નથી. તેઓતો બડી મસ્તીથી તીરે બેઠા તમાશો જોઈ રહ્યા છે. હિન્દુસ્તાનની ગલી ગલીઓમાં માંકડ, મચ્છરોની જેમ પેદા થતા બાળકોને જોઈ તેઓ ખંધાઈ પૂર્વક હસે છે અને કહેતા ફરે છે કે, આપણો હરીફ દેશ એનાજ પાપે બરબાદ થઈ જશે, કોઈ બીજાએ નહી કરવો પડે!

વસતિ વિસ્ફોટને કારણે આપણા દેશમાં જે કાંઈ વિશેષ ઉત્પાદન અને વિકાસ થાય છે તે ધોવાઈ જાય છે. ભ્રષ્ટાચાર પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે.

આપણા અર્થતંત્રને પાંચ ટ્રિલિયનની કક્ષાએ પહોચાડવાની આકાંક્ષા ભલે મજાની લાગે, પરંતુ જયાં સુધી આ દેશમાંથી કારમી ગરીબાઈનો અંત નહિ આવે ત્યાં સુધી આ દેશમાં સુરાજય અને રામરાજય લાવવાની રાજકર્તાઓની વાતોમાં કોઈને વિશ્ર્વાસ નહિ બેસે, વસતિ વિસ્ફોટ પર અસરકારક બ્રેક નહિ લાગે ત્યાં સુધી અને નાનાં કુટુંબોની વડાપ્રધાનની હિમાયત હિન્દુ, મુસ્લીમ તથા તમામ બહુમતિ લઘુમતિપ્રજાને બરાબર લાગૂ કરવાનાં શ્રીમતી ઈંદિરા ગાંધી-સંજય ગાંધીની સરકાર વખતે લેવાયેલા પગલાં નહિ લેવાય ત્યાં સુધી એ રાજકીય લાભાલાભના ત્રાજવે તોળાતી જ રહેશે. શ્રીમતી ગાંધીને મુસ્લીમ કોમનો આક્રોશ નડયો હતો એ ભૂલવા જેવું નથી. અબજો રૂપિયાની યોજનાઓ અમલી બનાવાઈ હતી,

બે બાળકો બસ, અમે બે, અમારા બે, નાનું કુટુંબ-સુખી કુટુંબ, કુટુંબ-નિયોજન કરાવનાર મહિલાઓને ઈનામની રકમ, વધુ બાળકો વાળા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ, કુટુંબ નિયોજન કરાવનાર માબાપોનાં સંતાનોને શિક્ષણક્ષેત્રે ખાસ લાભ, જેવાં પ્રોત્સાહનો અપાયાં, પણ રાજકીય-લાભાલાભનાં રાજકારણે અગાઉની સરકારના આરોગ્ય અને કુટુંબ નિયોજન પરિવાર કલ્યાણના ખાતાઓને કાયમી સફળતા અપાવી નહોતી. હવે વડાપ્રધાને નાના કુટુંબોની કરેલી હિમાયત અને વસતિ વિસ્ફોટ પર સવેળા બ્રેકની કરેલી હિમાયતને સફળ બનાવવા રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાય અને તે ગરીબોનાં ઉત્કર્ષ તેમજ લાભશુભનું અભિયાન બની રહે, એમાંજ રાષ્ટ્રનું ભલું લેખાશે ! ગંદા અને છીછરાહ રાજકારણે આપણા દેશને પારાવાર નુકશાન કર્યું છે. હવે રાષ્ટ્રીય અભિયાનોને સર્વપક્ષી બનાવવાની સર્વસંમત નવી પ્રથા અપનાવાય તે જ ડહાપણ ભર્યું લેખાશે?

 

Loading...