પૂ. ધીરજમૂનિ મ.સા.ના ચાતુર્માસ મુંબઈ નહિ કોલકત્તા જૈન ભવનમાં થશે

ખોટી વિગતો આપનારાઓને પોતાના નામ જાહેર કરવા ઈશ્ર્વર દોશીનું આહવાન

જૈન મૂનિ પૂ. ધીરજમૂનિ મ.સા.નું ચાતુર્માસ મુંબઈ નહિ પરંતુ કલકતા જૈન ભવનમાં થશે ત્યારે આ અંગેની ખોટી વિગતો આપનારાઓને પોતાના નામ જાહેર કરવા જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશીએ આહવાન કર્યું છે.

આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે જૈન સંત સતીજીઓ લોકડાઉનના કારણે અમુક સ્થળે સ્થીર થયા છે.કેમકે જૈન શાસ્ત્રોમાં રાષ્ટ્રધર્મનું વિધાન છે. જેના કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલવું તે પણ રાષ્ટ્રધર્મ જ છે.

ચાતુર્માસનો પ્રારંભ ૪ થી જુલાઈ, અષાઢી સુદ પુનમથી થશે. જેથી નજીકનાં ગામોમાં જે સંત સતીજીઓ હાલમાં બિરાજીત હશે તેઓ નિશ્ર્ચિત સ્થાનોમાં પહોચવા પ્રયત્નશીલ રહેશે. દૂરનાં ક્ષેત્રોમાં જે હશે તેઓ પ્રાય: ન પહોચી શકે તેવી સંભાવના છે. તદુપરાંત જૈન સંત સતીજીઓ શરીરના કારણ વિના વાહનમાં વિહાર કરતા નથી જે જૈન સાધુની મર્યાદા હોય છે. આ વર્ષે પદ્મભુષણ પ્રવચનકાર રત્નસુંદરવિજયજી મહારાજ સાહેબનું સુરત ચાતુર્માસ નકકી થયેલ છતાં કોરોનાના કારણે મુંબઈમાં ફેરબદલી કરેલ છે.

આમ અમુક સંત સતીજીના ચાતુર્માસ સ્થળમાં ફેરફારની શકયતાઓ છે. ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના વરીષ્ઠ સંત પૂ. ધીરજમૂનિ મહારાજ સાહેબ ૨૪ માર્ચના કલકતા ખાતે પોલોક સ્ટ્રીટમાં નવલખા ઉપાશ્રયે પધારી ગયા છે. તેઓનું ચાતુર્માસ કામાણી જૈન ભવન ભવાનીપૂર, કલકતા ખાતે થશે અને ૨૧ જૂનના પ્રવેશ થશે. જે વિગત ઘણા મહિનાઓથી જાહેર થઈ ચૂકી છે.

ધીરજમૂનિ મહારાજ સાહેબ હાલ મુંબઈ છે. અને મુંબઈમાં ચાતુર્માસ કરવાનું નકકી કર્યું છે. આ રીતે ખોટી વિગતો જાહેર કરી સમાજને ગુમરાહ કરનાર અને અસત્યની આશરો લેનારા, નૈતિકતાના અભાવ ધરાવનાર કહેવાતા જૈન આગેવાનો જૈન શાસન, સંપ્રદાય અને ત્યાગીવર્ગની અવહેલના કરવાનું કૃત્ય કયા ઈરાદાથી કરી રહ્યા છે ? શા માટે કરી રહ્યા છે? નાણાંકીય સહાય મેળવવા માટે કે કોઈનો હાથો બનીને ઈર્ષ્યા અદેખાઈથી કરી રહ્યા છે? તેવું ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના સભ્ય અને રાજકોટ જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી જૈન અગ્રણી રજનીભાઈ બાવીસી વગેરેએ બની બેઠેલા જૈન આગેવાનો અને સસ્તી પ્રસિધ્ધિવાળાઓને પોતાના નામો જાહેર કરવા આહવાન કર્યું છે.

Loading...