Abtak Media Google News

તા.૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે આવેલ યાત્રાળુ કૌશિકભાઈ લાલભાઈ પટેલ તથા તેમના પત્ની મેઘનાબેન કૌશિકભાઈ પટેલ રહે.નવાકોબા ગાંધીનગરવાળાનાઓ સોમનાથ મંદિર ખાતે આવેલ અને વાહન પાર્કીંગમાં તેમનું લેડીસ પર્સ પડી ગયેલ અને આ પર્સ યાત્રાળુ કિશોરભાઈ નાગજીભાઈ નાઈકા (રહે.ઉદવાડા વલસાડવાળા જેઓને મળતા ત્યાં ફરજ ઉપર હાજર પો.સબ.ઈન્સ સી.એન.દવેને આપેલ અને જણાવેલ કે આ કોઈ લેડીસનું પર્સ મળેલ છે અને તેમાં શું છે તે જોયેલ નથી.

જેથી ફરજ પર જ પરના પોલીસ સબ ઈન્સ. સી.એન.દવેએ પર્સ ખોલી જોતા તેની અંદર કુલ રૂ.૧,૫૬,૫૦૦/-ની મોટી રોકડ રકમ હોય જેથી તેઓએ પોલીસ ઈન્સ્પેકટર વી.એમ.ખુમાણને વાત કરી તમામ હકિકત જણાવેલ અને સોમનાથ ખાતે એનાઉન્સ કરાવી જેઓનું પર્સ ખોવાયેલ તેઓને પ્રભાસ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓને રોકડા રૂ.૧,૫૬,૫૦૦/- સાથેનું પર્સ સુપ્રત કરેલ હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.