Abtak Media Google News

રાજકોટ શહેર પોલીસે કાયદાની જાળવણી અને કોરોના વ્યવસ્થામાં કરી કાબીલે દાદ કામગીરી

લાલાની ગેંગ સામે પ્રથમ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

રંગીલા, ઉધમી, વિકસીત અને શિક્ષિત રાજકોટના સમાજ જીવનને સુખરૂપ બનાવતી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ટીમ: મવાલી, ગુંડા, વ્યાજખોર, ભૂ માફિયા અને કેફી દ્રવ્યના ધંધાર્થીઓ માટે સાક્ષાત યમદુત બની પ્રજાને શાંતિની નિંદર કરાવવા માટે પોલીસે કર્યા સતત રાત ઉજાગરા

રાજકોટ શહેર પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં આધૂનિક ટેકનોલોજીના ઉપયોગ માટે અગ્રેસર: મહિલાઓની સુરક્ષા માટે ખાસ એપ: શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરાની બાજ નજર, મોબાઇલ કોપ એપ્લીકેશન અને ટ્રેસીંગ ડીવાઇસથી ગુનેગારો પર કસે છે સકંજો

Dsc 0674 1

રાજકોટમાં અંદાજે ૨૦ લાખની વસ્તી અને ૯૦૦ ચો.કી.માં ફેલાયેલા સૌરાષ્ટ્રના પાટનગર તરીકે શહેર અત્યારે વિવિધ પ્રકારના ઉદ્યોગિક એકમો અને ઉદ્યોગોથી ધમધમી રહ્યું છે. અહી સ્પેર પાર્ટ, એન્જિનીયરીંગના સાધનો ઇમીટેશન જવેલરી જેવા ઉત્પાદન એકમો ૩ લાખ પરપ્રાંતિય શ્રમજીવીઓને રોજગારી આપે છે. રાજકોટ વિવિધ પ્રકારના તહેવારો અને તેમાં પણ ખાસ કરી જમાષ્ટમી અને નવરાત્રીની ઉજવણી માટે જાણીતું બન્યું છે.

Screenshot 1 18

પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા પડકાર દાયક પરિસ્થિતીમાં વિવિધ મુદા ઉભા થાય ત્યારે શહેરની વિશાળજન સંખ્યા અને વિવિધ પ્રકારની પ્રવૃતિઓ વચ્ચે શાંતિ જાળવી એ રાજકોટ શહેર પોલીસ માટે જશ વિષય રહ્યો છે. રાજકોટ શહેર પોલીસ લોકોની સલામતિ, સુરક્ષા અને શાંતિના વિશ્ર્વાસ સંપાદન અપાવવામાં સફળ રહી છે. વિવિધ પ્રકારના વિકાસ અને શહેરના સામાજીક વાતાવરણ વચ્ચે રાજકોટ શહેર પોલીસની આ કામગીરી સરાહનીય રહેવા પામી છે.

તેમ છતાં આ વર્ષે રાજકોટ શહેર પોલીસ માટે પરિસ્થિતી જરા પડકારજનક અને બદલાયેલા વાતાવરણ વચ્ચે પોતાની ફરજ નીભાવવાનો અવસર ઉભો થયો હતો કારણ કે, આ વર્ષે અસમાજીક તત્વો અને ગુનેગારોને પકડીને રાજકોટ શહેરને સુરક્ષિત કરવાની સાથે સાથે શહેર પોલીસ માટે અજ્ઞાત શત્રુ જેવા ન દેખાતા કોવિડ-૧૯ની હાજરી વચ્ચે શેસ ભારતની જેમ રાજકોટમાં પણ કોરોના મહામારીના ઉપદ્રવ વચ્ચે રાજકોટ પોલીસને હાથોહાથ કામ ઉપાડીને લોક ડાઉનની ગ્રાઇડ લાઇન જારી થતા કેન્દ્ર સરકારના માર્ગ દર્શન મુજબ રાજકોટમાં સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી અને આ નિયમનો ભંગ કરનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહીનો પડકાર ઉભો થયો હતો.

Screenshot 2 7

લોક ડાઉનની સાથે સાથે રાજકોટ શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની જાળવણી તેમજ ગુનેગારોને સંકજામાં લેવાની કવાયત પણ સતત જારી રાખી હતી. ગુનેગારો સામે આકરી કાર્યવાહી માટે રાજકોટ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ટેકનિકલ સાધનો ઉપયોગ કરી ઇ-કોપ એપ્લીકેશન, સીસીટીવી કેમેરા સર્વેલન્સ, આઇ-વે પ્રોજેકટમાં ૨૧૯ જગ્યાએ ૯૪૭ કેમેરાઓ ગોઠવણથી સતતપણે મોનિટરીંગ અને ૧૨૫૦ બુટલેગરો, ૨૪૫ ટપોરીઓ, ૧૩૯ હીસ્ટ્રીસીટર અને ૫૩૫ જેટલા ગુનાહીત ઇતિયાસ ધરાવતા તત્વોને સુરક્ષા કવચ એપ્લીકેશન દ્વારા ઝડપી લઇ મહિલા સલામતિની સુરક્ષાને મહિલા દુર્ગા શક્તિ ટીમ, નાઇટ પેટ્રોલિંગ અને ગુનાઓના સતત ડીટેકશન દ્વારા રાજકોટ શહેર પોલીસે લોકોને વિશ્ર્વાસ સભર બનાવી પોલીસની કામગીરીના ખરા અર્થમાં દર્શન કરાવ્યા હતા. ૨૦૧૯ની સરખામણીએ ૧૮ ટકા જેટલો એફઆઇઆરમાં ઘટાડો, ૨૦૧૯માં ૨૯૧૯, ૨૦૧૮માં ૨૪૩૭, ૨૦૨૦માં છેલ્લા ૨૦ વર્ષની સરખામણીમાં ૧૧૨૩ એફઆઇઆરની નોંધણી કરી રાજકોટ શહેર પોલીસે ક્રાઇમ રેટમાં ઘટાડો લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બુટેલગર, જુગારના ધંધાર્થીઓ અને અન્ય અસામાજીક તત્વો સામે સતતપણે કાર્યવાહી અને ડ્રાઇવની કામગીરી કરી રાજકોટ પોલીસે ૨૧૨૨ દારૂબંધીના કેસ નોંધ્યા છે. માથાભારે તત્વો અને અસામાજીક તત્વો સામે પણ શહેર પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરી જમીન કૌભાંડીઓ લેન્ડ ગ્રેમલીંગ એકટ અને વિવિધ અસામાજીક પ્રવૃતિ કરનાર સામે વિવિધ કલમ હેઠળ કાર્યવાહી કરી ૭૫૦૨ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી સમાજમાં વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ કરવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે.

Img 20201022 Wa0015

આર્થિક બાબત થતી ગેરરીતીના બનાવો અને વિના મંજુરીએ ધિરાણની પ્રવૃતિ ઉભી થતી સમસ્યાઓને અંકુશમાં લેવા માટે રાજકોટ સિટી પોલીસે ગુજરાત મનિ લોન્ડરીંગ એકટ અને પાસાના શસ્ત્ર ઉગામીને આવા તત્વોથી ત્રસ્ત લોકોની મદદથી હેલ્પ લાઇન ચાલુ કરી પોલીસની મદદ માટે પ્રજાને પ્રોત્સાહીત કરવામાં આવી છે. બે વિશાળ લોક દરબાર યોજીને વ્યાજના ધંધાર્થી સામે પ્રજામાં જાગૃતિ લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ૨૦૧૮માં ૬૦ કેસ, ૨૦૧૯માં ૩૧ કેસ અને ૨૦૨૦માં ૧૨ કેસ નોંધાયા હતા. પોલીસની આ અંગે અસરકારક કામગીરીથી વ્યાજના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે. સાથે સાથે ગુમ થયેલી વ્યક્તિઓની શોધખોળ માટે પણ રાજકોટ શહેર પોલીસે ટ્રેસીંગની કામગીરીથી ગુમસુદા, અપહૃત બાળકોની શોધખોળમાં કુલ ૭૨૫ ખોવાયેલા બાળકોને ટ્રેસ કરીને ૬૭૫ બાળકોને તેના માતા-પિતા સાથે પોલીસે મિલન કરાવ્યું છે. પેરોલ ફર્લો સ્કવોર્ડે સફળતા પુર્વક અંડર ટ્રાયેલ ફરારી ૧૪ કેદીઓને ઝડપી લીધા હતા. દસ આરોપીઓ વિવિધ ગંભીર ગુનામાં વોન્ટેડ હતા, બે ગુમસુદા બાળકો અને બે બાળ મજુરીના કેસ રાજકોટ શહેર પોલીસે ઉકેલ્યા છે.

Img 20201022 Wa0025

રાજકોટ શહેર પોલીસ દ્વારા કેફી દ્રવ્યના ખરીદ વેચાણના ગુનાઓમાં જીરો ટોલરેન્સ કરવામાં સફળતા મેળવીને રાજકોટને સંપૂર્ણપણે નશામુકત કરવાનું બીડુ ઝડપ્યુ હતુ તેમાં સફળતા મેળવી છે. માત્ર ત્રણ નાકોર્ટીક એકટ અંગેના ગુનાઓ ૨૦૦૩થી ૨૦૧૭ દરમિયાન નોંધાયા હતા. આ આંકડામાં દસ ટકા જેટલા વધારે કેસ કરી ૩૯ ગુનાઓ નોંધ્યા છે.૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ ગુના નોંધાયા હતા. રાજકોટ શહેર પોલીસમાં ૨૦૨૦માં નોંધાયેલા ગુના સહિત ૧૮ ગુનાઓમાં કેફી દ્રવ્યમાં રૂા.૬,૧૨,૩૪૨ કિંમતનો ગાંજો અને રૂા.૩.૨૦ લાખનું હેરોઇન મળી કુલ ૨૧ ગ્રામ હેરોઇન, ૧૨૬ અને ૩૦૭ ગ્રામ ગાંજો કબ્જે કરાયો છે. એનડીપીએસના ગુનામાં કુલ ૨૫ શખ્સોની ધરપકડ કરાઇ છે. રાજકોટ શહેર પોલીસ આ પ્રકારના ગુના પર અંકુશ મેળવવામાં બહાદુરી પુર્વકની સુંદર કામગીરી કરી કેફી પ્રદાર્થના વેચાણ કરનાર સામે આકરી કાર્યવાહી કરી બે કેસમાં છ જેટલા મુખ્ય સુત્રધારોને કાયદાના સકંજામાં લીધા હતા.

Manoj Agarwal

– મનોજ અગ્રવાલ, પોલીસ કમિશનર, રાજકોટ

પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી ૧૯૫૯થી થાય છે. દર વર્ષે ૨૧ ઓકટોમ્બરે ઉજવવામાં આવતા પોલીસ સ્મૃતિ દિવસને નિમિત બનાવી પોલીસ દળના ફરજ પરત શહિદોને યાદ કરવામાં આવે છે. જે સુરક્ષા કર્મચારીઓ ચીનીદળો દ્વારા લદાખમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હોય સૌ પ્રથમ હું આ તમામ શહિદોને નમન કરી કે જેમને આપણા રાષ્ટ્ર માટે પોતાની જાતનું બલીદાન આપ્યુ આ તેમની સુરવીરતા અને ફરજ નિષ્ઠા છે કે પોતાના કર્મ પ્રત્યે કર્તવ્યબધ રહી આપણી સુરક્ષા માટે તેમને પ્રાણની આહુતિ આપી છે. રાજકોટ પોલીસ કપરી પરિસ્થિતીમાં પણ નાગરિકોની સામાજીક સુરક્ષા માટે સતત જાગૃત રહીને કોરોના સામે યુધ્ધ જેવી પરિસ્થિતીમાં કોરોના વોરિયર્સ બની કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ટેકનોલોજીના ઉપયોગ અને વિવિધ આધૂનિક ટેકનીકનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જાળવે છે. સાથે સાથે સામાજીક મુદા જેવા કે ટ્રેકીંગ, ગુનાની ટકાવારી ઘટાડવા મહિલાઓની સુરક્ષા વિગેરે જેવી કામગીરીમાં રાજકોટ સિટી પોલીસ સતત પણે કાર્યરત રહે છે અને સતત પણે રંગીલું રાજકોટ આબાદ રહે તે માટે પ્રયત્નશીલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.