Abtak Media Google News

12000નો વિદેશી તથા 3100ની કિમતના દેશીદારુ સાથે એક ઝડપાયો.

ગુજરાતમા દારુબંધી તથા દારુબંધી ભંગકરનારાઓ વિરુધ્ધ કડકકાયદો હોવા છતા પણ દારુનુ વેચાણ ધમધોકાર ચાલતુ હોવાથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લા મા થતુ દારુના વેચાણને સદંતર બંધ કરાવવા આદેશ આપ્યા છે જેના ભાગ રુપે ધ્રાગધ્રા પંથકમા થતા દારુના ખુલ્લે આમ વેચાણને બંધ કરવા સ્થાનિક પોલીસ હવે સફાળી જાગીછે ત્યારે હાલ મા જ ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમા દેશીદારુના વેચાણ પર ઠાકોર સેના દ્વારા જનતા રેઇડ કરતા પોલીસની ભુમીકા પર સવાલો ઉદભવ્યા હતા જેને લઇને તાલુકા પોલીસે આળસ ખંખેરી દિવસ-રાત દારુના ધંધાથીઁઓ પર તવાઇ શરુ કરી દીધી છે જેમા ગઇકાલે ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ.રાઠવા, ધીરુભા પઢીયાર, સોયેબ મકરાણી, ખુમાનસિંહ ડોડીયા સહિતના પેટ્રોલીંગમા હતા તે સમયે બાતમીના આધારે ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે આવેલ  “વાઇટગોલ્ડ” ફેક્ટરી પાસે દરોડો કરતા ફેક્ઠરીની બાજુ મા કાંટાની વાડ પાસે કોઇ અજાણ્યા ઇશમો વિદેશી દારુની નાની-મોટી 47 બોટલો કિમત રુપિયા 12700ની મુકી નાશી છુટ્યા હતા. તાલુકા પોલીસ દ્વારા આ તમામ દારુની બોઠલોનો કબ્જો લઇ અજાણ્યા ઇશમો વિરુધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ ધ્રાગધ્રા શહેરના કુડા ચોકડી પાસે રહેતા નિઝામ અલ્લારખ્ખા પઠાણ છેલ્લા કેટલાક સમયથી દારુની ભઠ્ઠી ચલેવતો હોય જેની બાતમીના આધારે ધ્રાગધ્રા તાલુકાના બાલાહનુમાનમંદિર તરફ જવાના રસ્તે વગડામા દરોડો કરતા 700 લીટર દેશી દારુનો આથો રુપિયા 1400, પાંચલિટર દેશી દારુ કિમત રુપિયા 100 તથા દેશીદારુ બનાવવા માટેની ભઠ્ઠીમા વપરાતી ચીજવસ્તુઓ કિમત રુપિયા 1600નો મુદ્દામાલ જપ્ત કરી દેશીદારુ ભનાવનાર નિઝામ અલ્લારખ્ખા પઠાણ ને ઝડપી લઇ ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને આશખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ તાલુકા પોલીસ દ્વારા હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.