Abtak Media Google News

વાંકાનેર : વાંકાનેરના તરકિયા ગામની ઝીમમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. આ કામનો આરોપી ત્યાંથી મળી ન આવતા વાંકાનેર તાલૂકા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકામાં આવેલ તરકીયા ગામની સીમમાં શામજી નાથાભાઇ કોળી પોતાની વાડી પાસે આવેલ તળાવની પાળમાં દેશી દારૂ બનાવવાની ભઠી ચાલતી હોય તેવી ખાનગી રાહે બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે ત્યાં રેડ કરતા દેશી દારૂ બનાવવાના આથાનાં બેરલ નંગ ૧૨ જેમાં કુલ ૨૪૦૦ લીટર આથો હતો

જેની કિંમત રૂપિયા ૪૮૦૦ ગણી તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલ આ ઉપરાંત સ્થળ પર પાણી ખેંચવાની મોટર કિંમત ૨૦૦૦ મળી આવેલ જે જપ્ત કરવામાં આવેલ. આમ કુલ મુદ્દામાલ રૂપિયા ૬૮૦૦ નો  કબજે કરી આરોપી મળી આવેલ ન હોય આરોપી શામજી નાથાભાઇ કોળી સામે ફરિયાદ દાખલ કરી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.