જૂનાગઢથી ગૂમ બે બાળકોને પરિવાર સાથે ભેટો કરાવતી પોલીસ

રાજકોટમાં પાનના ગલ્લાવાળાનો સંપર્ક થતા બાળકો હેમખેમ મળી આવ્યા

આફતના સમયે અનેક પરિવારો માટે મે આઈ હેલપ યુ મુદ્રાલેખ સાથે કાર્યરત જુનાગઢ પોલીસે જૂનાગઢનાં કડીયાવાડના બે બાળકો ઘેરથી ક્યાંક ચાલ્યા ગયા બાદ પોલીસે રાજકોટથી તેમનો પતો મેળવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

શહેરના કડિયાવાડ માં રહેતા શોભનાબેન પરમારના બે બાળકો દીપક અને તારક તારીખ ૨૫/૧૦/૧૯ ના રોજ કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હતા. આ અંગે શોભનાબેન એ પોલીસમાં જાહેરાત કરતાં  એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ગોસાઈ એ આ બનાવ અંગેની

પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી અલગ-અલગ ટીમો બનાવી બાળકોનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમિયાન બાળકોના મોબાઈલ પર સંપર્ક કરતા રાજકોટ લોકેશન મળ્યું હતું અને કોલ રાજકોટના પાનના ગલ્લાબાળાએ ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, બે બાળકો આ મોબાઇલ ચાર્જમાં રાખીને ગયા છે, આથી પોલીસે તાત્કાલિક રાજકોટના થોરાળા પોલીસનો સંપર્ક કરતા પાનના ગલ્લાવાળાને બાળકોને ત્યાં બેસાડવાની સૂચના આપી, થોરાળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બારશિયાએ તાત્કાલિક પહોંચી જઈ, બાળકોનો કબજો લઇ પોલીસ સ્ટેશનને લાવ્યા હતા અને જુનાગઢ ખબર આપી હતી બંને બાળકો જુનાગઢ પોલીસને સોંપ્યા હતા.

આમ જુનાગઢ પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી, થોરાળા પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી જૂનાગઢના બે બાળકોને રાજકોટથી પરત લાવી, વાલીઓને હેમખેમ સોંપ્યા હતા અને “મેં આઈ હેલપ યુ” મુદ્રાલેખ ફરી એક વખત સાર્થક કર્યો હતો.

Loading...