Abtak Media Google News

વશરામ સાગઠીયા કાર્યક્રમ સ્થળે પહોંચે તે પૂર્વે જ પોલીસે નજરકેદ કર્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અલગ-અલગ પ્રશ્ર્ને મહાપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર આપવામાં આવનાર હતો જોકે પોલીસે મુખ્યમંત્રીનાં કાર્યક્રમ પૂર્વે જ વિરોધ પક્ષનાં નેતા સહિત પાંચ કોંગી આગેવાનોની અટકાયત કરી લીધી હતી અને તાલુકા પોલીસ સ્ટેશને તેઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.

રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિવિધ પ્રશ્ર્નોની રજુઆત કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ સમયની માંગણી કરી હતી આજે મુખ્યમંત્રી રાજકોટ ખાતે કોર્પોરેશન અને રૂડાનાં રૂા.૨૨૪ કરોડનાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ થતા ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા. વિરોધ પક્ષનાં નેતા મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં કોઈ અડચણ ઉભી ન કરે તે માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વશરામ સાગઠીયા ઉપરાંત કોંગ્રેસનાં કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, અરવિંદ મુછડીયા, લલિત પરમાર અને સરકારી કારનાં ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી હતી. વિરોધ પક્ષનાં નેતાની હોદાની રૂએ અપેક્ષિત હોવા છતાં વશરામભાઈ સાગઠીયા મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં પહોંચી શકયા ન હતા. તકેદારીનાં ભાગરૂપે પોલીસે તેઓને કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ દબોચી લીધા હતા.

 

Dsc 7881

કોંગ્રેસ દ્વારા હેલ્મેટ દહન નવા મોટર વ્હીકલ એકટની અમલવારી ગુજરાત સરકાર દ્વારા ૩૧મી ઓકટોબર સુધી મોકુફ રાખવામાં આવી છે છતાં આજે કોંગ્રેસ દ્વારા વિજયાદશમીએ શહેરનાં ત્રિકોણબાગ ખાતે હેલ્મેટનું દહન કરવામાં આવ્યું હતું. પોલીસે રણજીત મુંધવા અને ભાવેશ પટેલ સહિત પાંચ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.