Abtak Media Google News

કોરોના પોઝીટીવ દર્દીના સ્વજનોની મુશ્કેલી જાણે તે પૂર્વે જ પોલીસે અટકાયત કરી લેતા નેસીપી નેતાએ ભાજપના હાય- હાયના નારા લાગાવ્યા

કોરોના વાઇરસના કારણે દરરોજ ૧૦૦ થી વધુ પોઝીટીવ કેસો નોંધાય રહ્યા છે. સિવિલની કોવિડ બિલ્ડિંગમાં દર્દી ટપોટપ મરી રહ્યા છે. ત્યારે  કોવિડ દર્દીના સ્વજનોને પડતી મુશ્કેલી અંગે મુલાકાત લેવા ગયેલા એનસીપીનાં નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી છે. રેશમા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચે તે પૂર્વે જ સ્થાનિક પોલીસે રેશમાં પટેલના વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. રેશમા પટેલની અટકાયત કરતાં તેણે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ તાનાશાહી ચાલી રહી છે, જે અમે નહીં ચલાવીએ.

બીજી તરફ, સિવિલ હોસ્પિટલની બેદરકારીના ત્રણ-ત્રણ કિસ્સા સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટી જતાં દોડધામ મચી ગઈ હતી, સાથે જ ઘઙઉ બિલ્ડિંગ બહાર એક દર્દી સારવાર માટે કણસતો જોવા મળ્યો હતો. તો કોરોનાથી મૃત્યુ થયેલા દર્દીના મૃતદેહ પરથી મોબાઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ મહિલાના ગળામાંથી ઘરેણાં ચોરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.