Abtak Media Google News

જરૂરી ન હોય તો જાહેર જનતાએ પોલીસ સ્ટેશન રૂબરૂ જવાના બદલે ઓનલાઈનના માધ્યમથી ફરિયાદ, અરજી કરવા શહેર પોલીસ કમિશનરનો અનુરોધ

વિશ્ર્વભરમાં કોરોના વાયરસના પગલે લોકો ભયભીત થયા છે અને આ મહામારીને ફેલાતી અટકાવવા પ્રયાસો તમામ દેશો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા પણ લોકોને વધુ એકઠા ન થવા તથા મોલ, સીનેમાઘર, શાળા-કોલેજોને બંધ પાળી આ વાયરસને અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેના પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, શહેરમાં પ્રજાની જાનમાલનું રક્ષણ કરતા પોલીસ જવાનોની સુરક્ષા અર્થે શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશન ખાતે સેનીટાઈઝર્સ તથા માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

4. Thursday 2 4

કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, લોકોને જરૂરી ન હોય તો પોલીસ સ્ટેશન રૂબરૂ ન જવું અને પોતાની ફરિયાદ કે અરજી સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જેમાં શહેર પોલીસ સ્ટેશનના ઈ-મેઈલ આઈડી, ફેસબુક એકાઉન્ટ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જાહેર કર્યા છે. જેમાં લોકોએ શકય હોય તો પોલીસ સ્ટેશને જવાનું ટાળી પોતાની અરજી કે ફરિયાદ ઓનલાઈન કરવા અને અધિકારીઓનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. જેથી તેઓ ફોન દ્વારા પોતાની ફરિયાદ કે અરજી અંગેની પુછપરછ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.