Abtak Media Google News

સામગ્રી

મેદાનો લોટ  એક કપ

ઘંઉનો લોટ અડધો કપ

લીલા સમારેલા મરચાં

ઓરેગાનો

ચીઝ

ચીલી પ્લેટસ

મીઠું

તેલ

પાણી

બનાવવાની રીત

પોકેટ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં અડધો કપ ઘંઉનો લોટ અને એક કપ મેંદાનો લોટ લો તેમાં મીઠું, ઓરેગાનો ભેળવી જ‚ર મુજબ પાણી નાખી લોટ બાંધો લોટ બંધાઇ ગયા બાદ થોડું તેલ લઇ ફરસ મસળો ત્યારબાદ લોટના મોટા લુંવા બનાવી લંબચોરસ આકારમાં પરોઠો વણી લો, પરોઠા વણાઇ ગયા બાદ, ગેસ પર તવાને ગરમ થવા મૂકી ત્યારબાદ તેમાં તેલ નાખી પરોઠાંને બન્ને બાજુથી થોડો થોડો (કાંચી-પાકી રીતે) શેકી લો પછી પરોઠાની એક બાજુ પર ખમણેલું ચીઝ નાખો, તેમાં ઝીણા સમારેલા મરચા, ચીલી પ્લેટમ, ઓરેગાનો અની ચપટી મીઠું ભંભરાવી પરોઠાને બન્ને બાજુથી વાળી પોકેટ તૈયાર કરો અને થોડું તેલ ઉમેરલ બ્રાઉન ન થાય ત્યાં સુધી ધીમી આંચે શેકો, અંદાજે ત્રણથી ચાર મીનીટ સુધી શેકાયા બાદ સોસ, ઓરેગાનો અને ચીલી પ્લેટસ ભંભરાવી ગાર્નિશીંગ કરો તો ખાવા માટે તૈયાર છે પોકેટ પરાઠા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.