Abtak Media Google News

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 4,532.25 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ગત વર્ષે આ જ ત્રિમાસિકમાં બેન્કને 560.58 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. એનપીએના વધુ પ્રોવિઝનિંગના કારણે પીએનબીને નુકશાન થયું છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં એનપીએ માટે પ્રોવિઝનિંગની રકમ 7,733.27 કરોડ રૂપિયા રહી છે. એપ્રિલ- જૂનમાં તે 4,982 કરોડ રૂપિયા રહી હતી. બેન્કે શુક્રવારે જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે.

પીએનબી સતત ત્રીજા ત્રિ-માસિકમાં નુકશાનમાં રહી હતી. જાન્યુઆરી-માર્ચમાં બેન્કને 13,417નું નુકશાન થયું હતું. ભારતીય બેન્કિંગ ઈતિહાસમાં આ સૌથી મોટું નુકશાન છે.

ખરાબ લોન માટે જોગવાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આશરે રૂ .7,733.27 કરોડ થઈ હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,693.78 કરોડ રૂપિયા હતી. પી.એન.બી.ના શેર બીએસઈ પર 1.01 ટકાના ઘટાડા સાથે રૂ. 73.50 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.