Abtak Media Google News

૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ પીએમ મોદીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે પધારવાના છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સને લઈને પીએમ મોદી ગુજરાત આવશે.

સૌ પ્રથમવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ યોજાવા જઈ રહી છે. ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સીટી ખાતે આ વાર્ષિક કોંફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પીએમ મોદી, વિદેશમંત્રી ડો એસ જયશંકર સંબોધન કરશે. જ્યારે તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.