‘બોડો’સમજૂતીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન મોદી આસામના કોકરાઝારની મુલાકાતે

બોડોલેન્ડ ક્ષેત્રના ૪ લાખથી વધુ જનસમુદાયને સંબોધશે વડાપ્રધાન મોદી: અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

બોડો જાતિના લોકોની વર્ષોથી ચાલતી હતી અલગ રાજયની માગ:બોડો સમજૂતીથી વિવાદનો અંત

વડાપ્રધાન નરેન્દ્રમોદી ૭ ફેબ્રુઆરી, ૨૦૨૦નાં રોજ બોડો સમજૂતી પર હસ્તાક્ષર થવાનાં ઉપલક્ષ્યમાં આયોજિત એક સમારંભમાં ભાગ લેવા આસામનાં  કોકરાઝારની મુલાકાત લેશે. આકાર્યક્રમમાં બોડોલેન્ડ પ્રાદેશિક ક્ષેત્ર (બીટીએડી) જિલ્લાના ૪ લાખથી વધારે લોકો સામેલ થવાની આશા છે.આસામ સરકાર, રાજયની વિવિધતા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરશે.સ્થાનિક સમુદાય આ કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિ રજુ કરશે. વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં થયેલી ઐતિહાસિક બોડો સમજૂતી વિશે જનસમુદાયને સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં સમજૂતીનાં મુખ્ય હિતધારકોને સામેલ કરવામાં આવશે. આ સમજૂતી પર ૨૭ જાન્યુઆરી,૨૦૨૦નાં રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયા હતા. નરેન્દ્ર મોદીએે કરેલા ટવીટમાં આ દિવસને ભારત માટે અતિ મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો.તેમણે ટવીટમાં આગળ જણાવ્યું  હતું કે,આ સમજૂતી બોડો લોકોનાં જીવનમાં પરિવર્તન લાવશે તથા શાંતિ,સદભાવના અને હળીમળીને રહેવા માટે એક નવી શરૂઆત કરશે.

આ સમજૂતી પ્રધાનમંત્રીનાં સૌનો સાથ, સૌનો વિકાસના વિઝન અને પૂર્વોત્તર ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસ માટે કટિબદ્ધતાને અનુરૂપ છે. એનાથી પાંચ દાયકા જૂની બોડો સમસ્યાનું સમાધાન થયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ એમના ટવીટમાં કહ્યું હતું કે ” બોડો સમજૂતી અનેક કારણોથી અલગ છે. જે લોકો અગાઉ શસ્ત્ર સાથે ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા,તેઓ હવે મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કરશે અને આપણા દેશની પ્રગતિમાં યોગદાન આપશે. એનડીએફબીનાં વિવિધ જૂથોનાં ૧૬૧૫ કેડરોએ આત્મસમર્પણ કર્યું છે અને આ લોકો સમજૂતી પર હસ્તાક્ષર થવાના બે દિવસની અંદર મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ ગયા છે.

આ વિસ્તારનાં વિકાસ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાના વિશેષ પેેકેજને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત સરકાર, મિઝોરમ અને ત્રિપુરાની રાજય સરકારો વચ્ચે બૂ-રિયાંગ સમજૂતી થઈ હતી.એનાથી ૩૫,૦૦૦ બ્રૂ-રિયાંગ શરણાર્થીઓને રાહત મળશે.ત્રિપુરામાં એનએલએફટીનાં ૮૫ કેડરે આત્મસમર્પણ કર્યું છે.આ પૂર્વોત્તર ક્ષેત્રંમા વિકાસ અને શાંતિ પ્રત્યે પ્રધાનમંત્રીની કટિબદ્ધતા વ્યકત કરે છે. પ્રજાસત્તાક દિવસ પર પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ હિંસાનાં માર્ગે ચાલતા તમામ લોકોને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની અપીલ કરી હતી.

Loading...