Abtak Media Google News

અમેરિકા જવા માટે મોદીની વીવીઆઈપી ફલાઈટને પોતાની એરસ્પેસ વાપરવા દેવામાં પાકિસ્તાનની આડોડાઇ

પાકિસ્તાને વધુ એકવાર પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના એર સ્પેસમાંથી પસાર થવાની પરવાનગી આપવાનો ઈન્કારકરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ માટેની હવાઈ સફર દરમ્યાન પાકિસ્તાને પોતાનો એયર સ્પેસ ઉપયોગ કરવાના ઈન્કાર કર્યાના અહેવાલો અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ જણાવ્યું હતુ કે અમે ભારતીય હાઈકમીશનરને જાણ કરી દીધી છે. કે વડાપ્રધાન મોદીની ફલાઈટને અમારી હવાઈ સીમાનો ઉપયોગ કરવાની પરવાનગી નહી આપીએ પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનને પોતાના હવાઈ ક્ષેત્રનાં ઉપયોગની પરવાનગી આપી નહતી અને ભારતનો પ્રસ્તાવ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી સપ્ટે. એક સપ્તાહના પ્રવાસ માટે અમેરિકા જવાના છે.

રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ આઈસલેન્ડ , સ્લોવેનીયા, અને સ્વીસ પ્રવાસે જવાના હતા પાક વિદેશ મંત્રી શાહમહમદ કુરેશી એ માધ્યમોને જણાવ્યું હતુ કે કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિને લઈને વડાપ્રધાન ઈમરાનખાને આ નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીરના પુલવાવામાં થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થવાની ઘટના બાદ ભારતીય વાયુદળ પીઓકે બાલાકોટમાં જૈસના આતંકવાદી અડ્ડાઓ નષ્ટ કરી નાખ્યા હતા ત્યાર પછી પાકિસ્તાને ભારત માટે હવાઈ સીમા સંપૂર્ણ પણે બંધ કરી દીધી હતી જોકે માર્ચ મહિનામાં પાકિસ્તાને પોતાનો હવાઈ ક્ષેત્ર માનસિક રીતે ખોલ્યું હતુ પરંતુ ભારતની ફલાઈટો માટે એ પ્રતિબંધીત રાખ્યો હતો.

હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની સમાપ્તી બાદ પાકિસ્તાનને તિખારા લાગ્યા હોય તેમ ફરીથી તેને ચૂંક ઉપડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની આગામી યાત્રાના પગલે એર ઈન્ડીયાએ રોજીંદી નહિ પરંતુ વડાપ્રધાનની વીવીઆઈપી ચાર્ટરપ્લેન માટે મંજૂરી માંગી હતી. પાકિસ્તાને હવાઈ સીમાનો ઉપયોગ કરવાની પરવાનગી ન આપતા હવે એર ઈન્ડીયા દ્વારા વડાપ્રધાનની દિલ્હી ફ્રાન્કફ્રંન્ટ્રની ફલાઈટ માટે ૪૫ થી ૫૦ મીનીટનો સમય ગાળો વધારવો પડશે. ફ્રેન્ફ્રન્ટની ફલાઈટ માટે એર ઈન્ડીયાના બોઈંગ ૭૪૭ને એક વિસામાની જરૂર પડતી હોય છે. હ્યુસ્ટનમાં રવિવારે યોજાનાર હાવડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાનને અમેરિકાના રાષ્ટ્રપતિ અને ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ ઉપસ્થિત રહેનાર છે.વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું હતુ કે વડાપધાનનો વીવીઆઈપી વિમાનને પોતાનો હવાઈ વિસ્તાર વાપરવા ન દેવાના પાકિસ્તાન સરકારના નિર્ણયથી દુ:ખ થયું છે. બે અઠવાડિયામાં બે વાર આ રૂટ પર વીવીઆઈપી ફલાઈટ પસાર થવાની હતી પાકિસ્તાન અયોગ્ય કારણોસર આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ટીકાપાત્ર બને તેવા નિર્ણયો લેવાની ટેવ ધરાવે છે.

દિલ્હીથી પાકિસ્તાન થઈને જતી આ રૂટનો મતલબ મુંબઈથી અરબસાગર માટેની ફલાઈટ કરાંચી થઈને મસ્કત અને ત્યાંથી યુરોપ જતી હોય છે. આ સીધો રૂટ દિલ્હી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન થઈને યુરોપ જાય છે.

પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઈક પછી તેની હવાઈ સીમા બંધ કરી દીધી હતી ફરીથી ૧૩૮ દિવસ બાદ જુલાઈ ૧૬ના દિવસ એર સ્પેસ ખોલી હતી જૂન મહિનામાં વડાપ્રધાન દિલ્હીથી બિસકેક ગયા હતા એર ઈન્ડીયાની ફલાઈટ ૯૪૭૫ કિમીનું અંતર કાપવાની ફરજ પડી હતી જો પાકિસ્તાનની હવાઈસીમા ખૂલ્લી હોય તો આ અંતર ૨૫૮૫ કિમી થઈ જાય છે. દિલ્હી ગુજરાત, અરબસાગર, ઓમાન, ઈરાન, મધ્ય એશિયાથી બિસ્કેક જવા માટે ૨૮૯૦ કિ.મી.નો વધારાની સફળ અને ૨.૪૫ મીનીટનો સમયગાળો વધી જાય છે.ભારતના રાષ્ટ્ર પ્રમુખ અને વડાપ્રધાનની ફલાઈટ ઉતર અમેરિકા માટે જવા માટે બોઈંગ ૭૭૭ અને જમ્બોજેટનો ઉપયોગ થાય છે. ૨૫ વર્ષ જૂના આ વિમાન યુરોપમાં એક રોકાણ કરીને અમેરિકા જાય છે. બોઈંગ ૭૭૭ પાકિસ્તાન થઈને નોનસ્ટોપ અમેરિકા જઈ શકે છે. જયારે પાકિસ્તાનની હવાઈ સીમા બંધ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રા માટેના સમયગાળો વધી જશે.

પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા માટે હવાઈ સીમાના ઉપયોગની ભારતના પ્રસ્તાવ અસ્વિકાર કર્યો છે.

પાકિસ્તાનને આ મહિનામાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફલાઈટને પણ પોતાની હવાઈ સીમામાંથી ઉડવાની પરવાનગી આપી નહતી પાકિસ્તાનના આ સંકુચિત રાજદ્વારી માનસસથી તે આંતરરાષ્ટ્રીયસ્તરે માનસીક પછાત પણા માટે અવશ્ય પણે દાંતે ચડી જ રહ્યું છે. વડાપ્રધાનની હાવડી મોદી ઈવેન્ટ પર વિશ્ર્વની મીટ મંડાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.