Abtak Media Google News

વડાપ્રધાન બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, શનિવારે તેઓ યાત્રાધામ દ્વારકા પહોંચી ગયા છે, પ્રથમ દ્વારકાધીશ મંદિરે દર્શન કરશે અને ત્યારબાદ તેઓ ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના આગમનના પગલે વહીવટી તંત્રી સ્ટેન્ડ ટુ છે, એસપીજી અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દ્વારકામાં વડાપ્રધાન મોદી શનિવારે સવારે બેટ દ્વારકા સીગ્નેચર બ્રિજનું ખાતમુહુર્ત કરશે. બ્રીજ બનતા બેટ દ્વારકા આવતા જતા પ્રવાસીઓને ફાયદો થશે. વડા પ્રધાન મોદીનું પબુભા માણેક ઓખાઈ પાઘડી પહેરાવી સ્વાગત કરાશે.વડાપ્રધાન સવારે 7.40ના દિલ્હી એરપોર્ટથી વિમાન મારફતે પ્રસ્થાન કરી 9.30 કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચશે.જયાં 5 મીનિટના ટૂંકા રોકાણ બાદ હેલીકોપ્ટરમાં દ્વારકા જવા રવાના થશે.સવારે 10.20 કલાકે દ્વારકા હેલીપેડ પર ઉતરાણ કરશે.10.30 કલાકે જગતમંદિરે જશે જયાં દર્શન કરી 10.50 કલાકે કાર્યક્રમના સ્થળે પ્રસ્થાન કરશે.સવારે 11 થી 12 દરમિયાન બ્રીજનું ખાતમુર્હત કરી જનમેદનીને સંબોધન કરશે.વડાપ્રધાનના આગમનને પગલે દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.