Abtak Media Google News

કોરોના વાયરસને કારણે ક્રુડ ઓઈલની માંગમાં તોતિંગ ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકને મળી શકે

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વમાં ભયનો માહોલ છવાયો છે. અને ક્રુડની માંગમાં મોટો ઘટાડો થયો છે. ત્યારે આગામી સમયમા પેટ્રોલના ભાવમાં રૂા.૪ સુધીનો ઘટાડો થઈ શકે છે.

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ચીનમાં ભયનો માહોલ છે. તેની અસરસમગ્ર વિશ્ર્વમાં થઈ રહી છે. કોરોના વાયરસનાં કારણે બેટ ક્રુડનો ભાવ ઘટીને પ્રતિ બેરલ ૫૦ ડોલર સુધી ઘટી શકે છે. અમેરિકી લાઈટ ક્રુડ ઘટીને પ્રતિ બેરલ ૪૪ ડોલર થઈ શકે છે. ક્રુડના ભાવમાં ઘટાડાની અસર ભારતીય બજારમાં પણ થઈ શકે છે. અને ગ્રાહકોને તેના લીધે પેટ્રોલમાં ભાવ ઘટાડાનો લાભ મળી શકે તેમ છે.

જોકે આ અંગે આગામી બે સપ્તાહમાં સ્થિતિ સ્પષ્ટ થશે તેમ જાણકારો કહે છે એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર કોરોના વાયરસને પગલે બ્રેન્ટ ક્રુડનો ભાવ ઘટીને ૫૦ ડોલર પ્રતિબેરલ સુધી ઘટી શકે છે. કોરોના વાયરસના ભયને લીધે ક્રુડની માંગમાં ઘટાડો થતા પેટ્રોલ સાથે સાથે ડિઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.

અત્રે એ યાદ આપીએ કે દેશમાં પેટ્રોલ ડિઝલનાક ભાવ દરરોજ સવારે ૬ કલાકે જાહેર થાય છે. ઈન્ટરનેશનલ ક્રુડના ભાવ રૂપીયા અમેરિકી ડોલરના એકસચેંજ વેલ્યુની પેટ્રોલ ડીઝલ ભાવ પર અસર થાય છે.

ચીનમાં વ્યાપેલા કોરોના વાયરસનાં કારણે ક્રુડના ભાવ ગત અઠવાડીયે ૫.૨ ટકા ઘટયા હતા.

ગત અઠવાડીયે જ ઓઈલ કંપનીઓએ સબસીડી વગરનાં ૧૪.૨ કિલોના રાંધણગેસના બાટલાનો ભાવ વધારીને દિલ્હીમાં રૂા. ૮૫૮.૫૦ કલકતામાં રૂા. ૮૯૬ અને મુંબઈમાં રૂા.૮૮૧ કર્યો હતો.

પેટ્રોલના ભાવ દિલ્હીમાં રૂા.૭૧.૯૪, મુંબઈમાં ૭૭.૬, કલકતામાં રૂા. ૭૪.૫૮, ચેન્નઈમાં રૂા. ૭૪.૭૩ રહ્યો હતો. ડિઝલનો ભાવ મુંબઈમાં રૂા. ૬૪.૭૦ કલકતામાં રૂા.૬૭.૦૨ રહ્યો હતો.

ડિઝલના ભાવમાં આજે ૬ થી ૮ પૈસાનો ઘટાડો કરાયો છે. પેટ્રોલ ડિઝલના ભાવ સતત ત્રીજા માસે નીચે રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.