Abtak Media Google News

મવડી રોડ, ગાંધીગ્રામ, રૈયા ચોકડી અને રેસકોર્સ રીંગ રોડ પર પોલીસે બીજા દિવસે ડ્રાઈવ ગોઠવી: પબજી ગેમ રમતા વિદ્યાર્થીઓમાં ફફડાટ

પબજી ગેમ રમવા પર રાજયભરમાં પ્રતિબંધ લાવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ કમિશનર અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી વિદ્યાર્થીઓને પબજી ગેમ પાછળ સમય બરબાદ કરતો અટકાવવા કરેલી આવકાર્ય કાર્યવાહીનો રાજકોટ પોલીસે સૌપ્રથમ અમલ કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી પબજી ગેમ અંગે બીજા દિવસે ડ્રાઈવ ગોઠવી હતી. મવડી રોડ, ગાંધીગ્રામ, રૈયા ચોકડી અને રેસકોર્ષ રીંગ રોડ પર દરોડા પાડી પબજી રમતા ૧૩ શખ્સોને પોલીસે ઝડપી તેઓના મોબાઈલ કબજે કર્યા છે. પોલીસે બીજા દિવસે પણ પબજી ગેમ રમનાર સામે ઝુંબેશ ચાલુ રાખતા વિદ્યાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગત તા.૬ માર્ચે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડયું હતું. પબજી ગેમ મોબાઈલથી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાના સમયે ગેમ રમતા હોવાથી પોતાનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો હોવાથી તેમજ પબજી ગેમને કારણે વિદ્યાર્થીઓના માઈન્ડ વોશ થતા હોવાથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પબજી ગેમ રમતા વિદ્યાર્થીઓ પોતાની આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે અંગે સાવ અજાણ બની જતા હોય છે તેમજ ગેમ રમી રહેલાને કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે તે ઉશ્કેરાઈ ઝઘડો કરી લેતો હોવાથી ખતરનાક જણાતી પબજી ગેમના ચેપને આગળ વધતો અટકાવવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સૌપ્રથમ પબજી ગેમ રમનાર સામે રાજકોટમાં ગઈકાલે એક સાથે ૭ શખ્સો સામે ગુનો નોંધાયા બાદ ગઈકાલે મવડી રોડ પર આવેલ નવલનગરમાં રહેતા પાર્થ બકુલભાઈ સાવલીયા નામના ૨૦ વર્ષના પટેલ યુવાનને આનંદ બંગલા ચોક ખાતેથી, ગોકુલધામ પાછળ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા વ‚ણ જયેશભાઈ ભટ્ટ, લક્ષ્મીનગરના વિપુલ જેશાભાઈ આહિર, માયાણી ચોકના પાર્થ કનૈયાલાલ જોશી, બાલાજી હોલ પાછળ સરદાર પટેલ પાર્કના ઋત્વીક લલીત દવે, કે.કે.વી ચોક પાસે રહેતા રોનક દિનેશ ભાલાણી, પુનીતનગરના રાની પાર્ક પાસે રહેતા પાર્થ નરેશભાઈ ગોપાણી નામના શખ્સોને માલવીયાનગર પોલીસે અતિથિ ચોક પાસેથી પબજી ગેમ રમતા ઝડપી લીધા છે.

ગાંધીગ્રામ વિસ્તારના શાહ નગરમાં રહેતા ભરત હરેશ જેઠવા અને અંજલી પાર્કના ધૈરવ અનિલ ગોહેલ નામના શખ્સોને ગાંધીગ્રામ પોલીસે શાહનગરમાંથી પબજી ગેમ રમતા ઝડપી લીધા છે. જયારે એસઓજીના પીએસઆઈ એચ. એમ. રાણાએ અંકુર વિદ્યાલય પાસે રહેતા ચિરાગ પરસોતમ સાકરીયા નામના શખ્સને રૈયા ચોકડી પાસેથી અને જંગલેશ્ર્વરના યાકુબ અકબર પઠાણ તેમજ રમીઝ રમઝાન સંધી નામના શખ્સોને રેસકોર્સ રીંગ રોડ પરથી પબજી ગેમ રમતા ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.