Abtak Media Google News

નવાનગર નેચર કલબના સહયોગી ૨૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું: વિર્દ્યાથીઓએ વૃક્ષોના જતનના સંકલ્પ લીધા

નવાનગર નેચર કલબ દ્વારા ગ્રીન જામનગર અભિયાન ૨૦૧૯ હેઠળ જામનગરની પોલીટેકનિક કોલેજ ખાતે મહા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં દેશી કુળના ફળાવ, ઔષધીય તેમજ વધુ ઓક્સિજન આપતા અને પક્ષીઓ માળો કરી શકે તેમજ ખોરાક મેળવી શકે તેવા ૨૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વાવેલ વૃક્ષોનું જતન કરવાનો કોલેજના વિર્દ્યાથીઓએ સંકલ્પ લીધો હતો. તેઓનું કહેવું છે કે તેઓ જ્યાં સુધી કોલેજમાં અભ્યાસ કરતા રહેશે ત્યાં સુધી દરરોજ આ વૃક્ષોને પાણી પીવડાવતા રહેશે.

વૃક્ષારોપણ દરમિયાન સંસના સેક્રેટરી ઉમેશભાઈ થાનકીએ દરેક વૃક્ષોનો પરિચય તેમજ પર્યાવરણ, ધર્મ અને માનવ સમાજમાં શું મહત્તમ છે તે સમજાવ્યું હતું. તદુપરાંત સંસના મહિલા સભ્ય અને નગર પ્રામિક શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા પી.જાડેજાએ કોલેજમાં આવેલ હોસ્ટેલની મુલાકાત લઈ આવનાર દિવસોમાં અહીંયા પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું કોલેજના પ્રોફેસરોએ જણાવ્યું હતું.

આ મહા વૃક્ષારોપણ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા તા ડે.મેયર કરશનભાઈ કરમુર, એસ.એસ.બીના કમાન્ડિંગ ઓફિસર ગુપ્તા, નગર પ્રામિક શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા પી.જાડેજા તા નવાનગર નેચર કલબના પ્રમુખ વિજેન્દ્રસિંહ (વિજયસિંહ) જાડેજા, સેક્રેટરી ઉમેશભાઈ થાનકી ઉપસ્થિતિ રહ્યાં હતા.

અત્રે નોંધનીય છે કે નવાનગર નેચર કલબ દ્વારા કોઈ પણ સરકારી કે ખાનગી સ્કૂલ કોલેજોમાં  વિનામુલ્યે વૃક્ષારોપણ કરી આપવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોેલેજના આચાર્ય એ.કે.ઝાલા તથા અન્ય પ્રોફેસરો અને વિર્દ્યાીઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.