Abtak Media Google News

બિલ્ડીંગ, પ્લેન, પાયલોટ જનજીવનને કોઈ નુકસાન નહીં

આધુનિક સમય સાથે સુવિધા અને ટેકનોલોજીને ધ્યાનમાં લઈ વાહનોને કમ્ફર્ટ લેવલ આપવા અનેક રીતે સુવિધાજનક બનાવવામાં આવે છે. કેલિર્ફોનીયાના હંટીગ્ટન બીચના એક ટ્રાફિકથી વ્યસ્ત રોડ પર ઈમરજન્સી સમયે નાનુ પ્લેન ઉતારવામાં આવ્યું હતું. જે કેમેરામાં કેદ થયું હતું. રિપોર્ટના આધારે લિનની ટેકઓફમાં થોડો સમય થતા જ પાવર ગુમાવતા પાયલોટ તત્કાલમાં સામાન્ય રોડ પર પ્લેનનું લેન્ડીંગ કર્યું હતું.

જોકે રસપ્રદ વાતો તો એ છેકે ટ્રાફિકવાળા રોડ પર લેન્ડીંગ થયા છતા વાહનો પાયલોટ, પ્લેન તેમજ કોઈપણ બિલ્ડીંગનું નુકસાન થયું ન હતું. વાહનોમાં હાઈટેક આવવાથી તેને ઈમરજન્સી લેવલે સક્ષમ બનાવવામાં આવે છે. આ સુંદર તસવીર ક્રિસ યંગે તેની કારમાંથી કેપ્ટર કર્યો હતી. ક્રિસ જણાવે છે કે શુક્રવારે ડ્રાઈવીંગ કરતી વખતે તેણે અજીબ અવાજ સાંભળ્યો જયારે તેણે ઉપર જોયું તો તેની કારના સનરૂફ પર પ્લેન હતું. તેણે હેર્ઝાડ લાઈટ ચાલુ કરી અને ટ્રાફિકને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ તેણે પાયલોટની તપાસ જાણી બધુ જ સ્મુથ હતું. કોઈને પણ કોઈ જાતની તકલીફ પહોંચી ન હતી. તેણે બારીમાંથી પાયલોટ સામે જોયું અને પાયલોટે થમ્સઅપ કરી જણાવ્યુ બધુ ઠીક છે. એરક્રાફટની એકલી પાયલોટે પ્લેન તેમજ લોકોની સાવચેતી રાખી, સાચો નિર્ણય લીધો.

જોન વાયને એરપોર્ટથી ટેકઓફની થોડી વારમાં જ પ્લેનનો પાવર ઘટી જતા પ્લેનને ટ્રાફિક રોડ પર લેન્ડ કરવાના નિર્ણયને બિચ પોલીસે સરાહનીય ગણાવ્યો હતો. જોકે પ્લેનનું રોડ પર લેન્ડીંગ કરવું પહેલી વખતની ઘટના નથી આ પૂર્વે પણ ઘણીવાર પરિસ્થિતિઓને કારણે પાયલોટે રોડ પરિવહન માધ્યમનો સહારો લેવો પડતો હોય છે. વડાપ્રધાન મોદીએ સી-પ્લેનમાં લેન્ડીંગ કરી એરલાઈન્સનો પર્યાય બદલ્યો હતો ત્યારે ભારતમાં પણ પ્લેનો માટે અલગ-અલગ યોજનાઓ દ્વારા તેને વધુ સુવિધાજનક બનાવવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.