ફરિયાદીએ કુટુંબની આબરૂ બચાવવા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને કોંગી અગ્રણી મયુરસિંહને કર્યા ટાર્ગેટ

જૂના વહીવટ સુલટાવવા કર્મચારીએ કોના ઈશારે વ્યાજની અને કુટણખાનાની નોંધાવી ફરિયાદ?: શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને કરી ઉગ્ર રજૂઆત

શહેર કોંગ્રેસના અગ્રણી અને કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખને જૂના વહીવટ સુલટાવવા કર્મચારીએ કોકના ઈશારે જ વ્યાજની ફરિયાદમાં ફસાવી મયુરસિંહ જાડેજાને ટાર્ગેટ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સહિતના અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી ન્યાયીક તપાસની માંગ કરવામાં આવી છે.

કોંગી મહિલા નગરસેવકના પતિ મયુર જાડેજાએ વેપારીને રૂા. પ લાખ પાંચ ટકા વ્યાજે આપી અને તેના બદલામાં પડાવી લીધેલો ફલેટમાં કુટણખાનું ચલાવતા હોવાનું પોલીસ ચોપડે બે ગુના નોંધાયા છે. કોંગી વર્તુળોમાં ચકચાર મચી ગયો છે. મયુરસિંહ જાડેજા સામે કાયદો સકંજો મજબુત થઇ રહ્યો!

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઢેબર રોડ પાણીના ટાંકા સામે રહેતા જતીન પ્રમોદભાઇ શેઠ નામના વણિક વેપારીએ કોંગી અગ્રણી અને કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ સતુભા જાડેજાએ મુદલ અનજે વ્યાજની રકમમાં ફલેટ પચાવી પાડયાની ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે જતીન શેઠ મયુરસિંહ પાસે રૂ. પ લાખ પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા તે રકમ પરત ન આપે ત્યાં સુધી જતીન શેઠે પોતાના મોટા બાપુના ફલેટ ધમકી આપી પચાવી પાડયો હતો. જે ફલેટમાં ગેરકાયદે પંચનાથ પ્લોટ શેરી નં.૧૧માં આવેલા ફલેટનો ગેરકાયદે કબ્જો કરી ફલેટમાં કુટણખાનું ચલાવતા હોવાનું ઘ્યાને આવતા પોલીસેને આપેલી માહીતીના આધારે એ-ડિવિઝને દરોડો પાડી ત્રણ હિન્દી ભાષી મહિલાઓનો દેહ વ્યાપાર કરાવતા કોઠારીયા સોલવન્ટમાં રહેતા તિર્થરાજસિંહ ગોહિલ, અક્ષય પ્રફુલચંદ અને મયુરસિંહ સતુભા જાડેજા સામે ટ્રાફિક ઈમોરોલ હેઠળની કલમ હેઠળ ત્રણેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મયુર જાડેજાની ધરપકડ કરી કાયદોનો સકંજો કસ્યો છે પોલીસની માહામારી ધમકી અને વ્યાજ સહિત ભકિતનગર, માલવિયાનગર, ગાંધીનગર, એ ડીવીઝના અને પ્ર.નગર પોલીસ મથકના ચોપડે મળી ૧૫ ગુના નોંધાયા છે.જતીન શેઠ મયુરસિંહ જાડેજાના મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનું ખુલ્યું છે અને બન્ને વચ્ચે આર્થિક વ્યવહાર પતાવવા અને કુટુંબી આબરૂ બચાવવા માટે કોંકના ઈશારે ફરિયાદ કર્યાનું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશ રાજપુત સહિતના અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનરને આ મામલે ઉગ્ર રજૂઆત કરી ન્યાયીક તપાસની માંગ કરી છે. બળજબરીથી પચાવી પાડેલા ફલેટના ગુનામાં ઝડપાયેલા મયુરસિંહ જાડેજાને વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાંચે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા ન્યાયધીશે જામીન અરજી નામંજૂર કરતા મયુરસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા છે. બચાવપક્ષે એડવોકેટ તરીકે વિમલ ભટ્ટ, મનિષ પાટડીયા અને પંકજ મુલીયા રોકાયા છે.

૧૦૦૦ મેડિકલ સ્ટોર સજજડ બંધ રહેશે: અમિનેસ દેસાઈ

રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના માનદમંત્રી મિનેષ ભાઈ દેસાઈ અટક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના એક હજારથી વધુ મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રહેશે કેટલાક વિશેષ સંજોગો અને ગંભીર પ્રકારના દર્દીઓ ને દવા મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે મયુર સિંહ જાડેજા ગેરકાયદેસર રીતે ધરપકડ અને પોલીસની યોગ્ય કામગીરી ના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પડઘા પડયા છે આ મુદ્દે જો ન્યાય નહી મળે તો આઇઆઇએમ-એ દ્વારા હજુ વધુ ઝલક આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે તેમ  દેસાઈએ જણાવ્યું હતું આજે ત્રણ થી ૧૦ સુધી મેડિકલ સ્ટોર બંધ રહેશે જો જરૂર પડે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ મા પણ આ આંદોલન વિસ્તારવામાં આવશે

Loading...