Abtak Media Google News

તમને પિઝા ખૂબ જ પસંદ હોય તો તમે ઘરે પણ પિઝાના રોટલા બનાવીને ક્રિસ્પી તથા ટેસ્ટી પિઝાનો સ્વાદ માણી શકો છો. ઘરે પિઝા બનાવવાની રીત સાવ સરળ છે. વળી આ માટે તમારે ઓવનની જરૂર નથી. તમે તવા પર પણ આસાન રીતથી પીઝા ના રોટલા બનાવી શકો છો.

સામાગ્રી :

  • – ૧ કપ મેંદો
  • – અડધી ચમચી બેકિંગ સોડા
  • – અડધો કપ દહીં
  • – ૧ કપ તેલ
  • – ૧ વાટકી નમક

સૌ પ્રથમ એક ઉંડી કડાઇમાં મીઠુ નાખી ફેલાવી દો. જાળી વાળુ સ્ટેન્ડ રાખો અને તેને ઢાંકીને ગરમ થવા દો આ રીતે પિઝાના રોટલાને શેકતા પહેલા કડાઇને પ્રિહીટ કરી દો.

લોટ કેવી રીતે બાંધવો ?

– એક બાઉલ કે વાસણમાં દહીં, નાની ચમચી મીઠું, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને તેલ નાખી સોફ્ટ લોટ બાંધી.

– ત્યાર પછી મેંદાના લોટના લુઆ પાડીને પર સુકા મેંદાનું અટામણ લઇને તેને વણી લો. રોટલો પતલો નહી પણ જાડો જ રાખો ત્યાર પછી કાંટાથી નાના નાના કાણા પાડી દો જેથી તે ફુલે નહિ.

રોટલો કેવી રીતે બેક કરવો ?

– હવે તમે જે વાસણમાં રોટલો બેક કરવા મુકવા માંગતા હોવ તેમાં તેલ લગાવી ચીકણુ કરી લો. અને તેના પર થોડો મેંદો છાંટી દો.

– આ વાસણને કડાઇમાં મુકેલી જાળી પર મુકી દો. અને બેઝને પલટીને એક પ્લેટમાં રાખી મુકો. તો તૈયાર છે તમારા મનપસંદ પીઝા….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.