Abtak Media Google News

મોરબી,માળીયા,ટંકારા,હળવદ બાદ હવે વાંકાનેર પંથકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ

મોરબી જિલ્લામાં કપાસનો પાક હજુ તો ઉગીને ઉભો થાય છે ત્યાં જ ગુલાબી ઈયળોએ આંતક મચાવતા કપાસના પાકનું બમ્પર વાવેતર સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઓણ સાલ મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મગફળીના વાવેતરની સાથો સાથ અને કેટલાક તાલુકાઓમાં તો મગફળી કરતા પણ કપાસનું વધુ વાવેતર થયું છે,અને વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં થતા ખેડૂતોને કપાસનો સારો પાક ઉતરવાની આશા બંધાઈ છે પરંતુ આ વર્ષે કપાસના પાકમાં શરૂઆતના તબક્કામ જ ગુલાબી ઈયળનો ઉપદ્રવ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.

સામાન્ય રીતે છેલ્લા ત્રણેક વર્ષથી કપાસના પાકમાં દિવાળી પછીના અરસામાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે  કપાસના પાકમાં હજુ ફ્લાવરિંગ શરૂ પણ નથી થયું ત્યાંજ ગુલાબી ઈયળોનો એટેક શરૂ થઈ ગયો છે હળવદ પંથકના સુંદરગઢના ખેડૂત અરવિંદભાઈ લકુમે જણાવ્યું હતું કે સારા વરસાદની આશાએ આગોતરા વાવેતરમાં અમે કપાસનું વાવેતર કર્યું છે અને કપાસનો પાક સારો ઉભો છે પરંતુ છેલ્લા દિવસોમાં વરપ નીકળતા જ ગુલાબી ઈયળના ઉપદ્રવને કારણે કપાસનો સોથ વળી ગયો છે વધુમાં આ ઈયળ પર કોઈજાતની દવા અસર કરતી નથી ત્યારે હવે આ ઈયળના નાશ માટે શું કરવું તે ખબર પડતી નથી અને અમારા કપાસનું નિકંદન નીકળી રહ્યું છે,હળવદ તાલુકાની જેમ જ ટંકારા,માળીયા,મોરબી અને વાંકાનેર તાલુકામાં પણ ગુલાબી ઈયળનો આંતક જોરશોરથી વધી રહ્યો છે. આ અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગુલાબી ઈયળના ઉપદ્રવના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ખેડૂતોને ગુલાબી ઈયલના ઉપદ્રવથી બચવા માટે સમયસર જરૂરી દવાના છંટકાવ કરવાથી કપાસના પાકને બચાવી શકતો હોવાનું તેમને જણાવ્યું હતું.

જોકે હાલમાં મોરબી જિલ્લામાં પડેલા સારા વરસાદ બાદ ગુલાબી ઈયલનો આંતક વધતા ખેડૂતોને સારા વરસાદ છતાં ધરી ખેત ઉપજ નહીં મળે તેવો સુર ગ્રામ્ય પ્રજામાં ઉઠ્યાે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.