Abtak Media Google News

પગભર બનાવવાના આશયથી મહિલાઓને ડ્રાઈવીંગની તાલીમ અપાયા બાદ રીક્ષા અર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ ખાતે મંગલમ સવારી યોજના અંતર્ગત રાજકોટની ચાર મહિલાઓને પિન્ક ઓટો રીક્ષા રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના હસ્તે આપવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, ડી.એલ.એમ વી.બી.બસીયા સહિતનાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.4 6ડીએલએમ વી.બી.બસીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ભારત સરકારની નેશનલ યોજના તથા મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાના ભાગ‚પે મંગલમ સવારી યોજના અંતર્ગત ચાર મહિલાઓને પિન્ક ઓટો આપવામાં આવી છે.

રાજકોટ જીલ્લામાં અગાઉ પણ મહિલા સશકિતકરણનાં ભાગરૂપે મહિલાઓ સ્વનિર્ભર બને તે હેતુથી રાજકોટ જીલ્લાની શાપર-વેરાવળની ૧૨ બહેનોને પિન્ક ઓટો રીક્ષા આપવામાં આવી હતી ત્યારે ૨જી નવેમ્બરનાં રોજ પણ ચાર મહિલાઓને પિન્ક ઓટો રીક્ષા આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, ડાયરેકટર ડી.આર ડી.એમ જે.કે.પટેલ અને રાજકોટ જીલ્લાની મિશન મંગલમની ટીમ ઉપરાંત અતુલ ઓટોના સહયોગે સખીમંડળમાં જોડાયેલ બહેનોને મહિનાની તાલીમ આપી આરટીઓમાંથી લાયસન્સ ઈસ્યુ કરાવી બાર બહેનોમાંથી ચાર બહેનોને જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે રીક્ષા અર્પણ કરવામાં આવી હતી.2 16સૌરાષ્ટ્ર કચ્છ અતુલ ઓટોનાં એરીયા મેનેજર દશરત ચૌધરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પિન્ક ઓટોની શ‚આત કરી તેને ખરીદવા માટે જે બહેનો આવે છે તેમને સાઈકલ પણ આવડતી હોતી નથી ત્યારે તેમની ઓટો ચલાવવા માટેની ટ્રેનીંગ, લર્નિંગ લાયસન્સ, પાકુ લાયસન્સ પણ અપાવવામાં આવે છે.3 12મંગલમ સવારી યોજનાનાં લાભાર્થી શારદાબેન સિંઘવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં જે મહિલાઓને રોજગારી માટે પિન્ક ઓટો આપવામાં આવી છે તે ખુબ જ સારી બાબત છે. તેથી સમોવળી બની શકશે અને સ્વરોજગારી મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.