ફિઝીક્સના શિક્ષકોને પેપર ચકાસણી માટે ૪૮ કલાકમાં હાજર થવા અલ્ટીમેટમ.

141
education | board exam | student
education | board exam | student

ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના મુખ્ય પેપરો પૂરા થતા પેપર ચકાસણીની કામગીરી શરૂ કરાય

બોર્ડની પરીક્ષાના મહત્વના પ્રશ્ન પેપરો પુરા થયા બાદ ઉતરવહી અવલોકનની કામગીરી શરૂ થઈ છે. સૌપ્રથમ ધો. ૧૨ સાયન્સની ઉતરવહી પૈકી ભૌતિકશા વિષયની ૨૩ હજાર જેટલી ઉતરવહી ચકાસણીનું કામ અહીંની સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં શરૂ થયું છે. પ્રમ બે દિવસ દરમિયાન ૩૦૦માંથી અડધા શિક્ષકો માંડ હાજર થયા છે. હજુ આગામી બે દિવસ દરમિયાન તમામ શિક્ષકો ઉતરવહી ચકાસણીના કામ માટે હાજર નહીં થાય તો બોર્ડ દ્વારા નોટીસ આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષા કારણે છેલ્લા ૧૦ દિવસી વિર્દ્યાથીઓ અને વાલીઓમાં દોડધામ જોવા મળી હતી. અલબત હવે મહત્વના પ્રશ્નપેપરો પુરા થયા બાદ રાજકોટ શહેર અને જિલ્લાની એક ડઝન શાળાઓમાં ઉતરવહી ચકાસણીની કામગીરી શરૂ થઈ રહી છે. ધો. ૧૨ સાયન્સમાં ભૌતિક શાસ્ત્ર વિષયની ઉતરવહીની ચકાસણી અહીં સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં શરૂ થઈ છે.

જેમાં બે દિવસ દરમિયાન ૩૦૦માંથી માંડ ૧૫૦ જેવા શિક્ષકો હાજર થયા છે. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની ઉતરવહી ચકાસવા માટે શિક્ષકો સમયસર હાજર નહીં થાય તો બોર્ડ દ્વારા નોટીસ ફટકારાશે. સોમવારી બાઈસાહેબબા હાઈસ્કુલમાં કેમીસ્ટ્રી, તા. ૨૮થી મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં આંકડાશા અને તા. ૩૦થી કરણસિંહજી હાઈસ્કુલમાં ગણિતની ઉતરવહી ચકાસણીનું કામ શરૃ ઈ જશે.

દર વર્ષે અંગ્રેજી માધ્યમના પરીર્ક્ષાથીઓની ઉતરવહીની ચકાસણી માટે પુરતા શિક્ષકો નહીં મળતા હોવાની ફરિયાદો રહે છે તેથી આ વખતે ઉતરવહી અવલોકન મોડુ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે પરીક્ષાની કામગીરીમાંહતી શિક્ષકો મુક્ત થઈ ગયા હોય. રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ખાલી હોવાથી ઉતરવહી અવલોકનની કામગીરીમાં વિલંબ થાય તેવી શક્યતાઓ છે.

પરંતુ બોર્ડ દ્વારા ઉતરવહી અવલોકન માટે વધુ શિક્ષકો ફાળવવામાં આવ્યા હોવાથી શિક્ષકોની શોર્ટેજ ઉભી નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે. આવતીકાલ તા. ૨૭ના ધો. ૧૨નું પેપર પુરૃ થયા બાદ રાજકોટ શહેર અને જિલ્લાનાં એક ડઝન મધ્યસૃ મૂલ્યાંકન કેન્દ્રોમાં સળંગ ૧૦ દિવસ સુધી ઉતરવહી અવલોકનની કામગીરી મહત્વની બની રહેશે.

 

Loading...