Abtak Media Google News

વિજ ચેકિંગ ઝુંબેશ યથાવત રાખતા  ભુજ, જુનાગઢ અને અમરેલી સર્કલ હેઠળના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

પીજીવીસીએલે આદરેલી વિજ ચોરી પકડવાની કવાયતમાં ગઈકાલે અમરેલી, જુનાગઢ અને ભુજના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૯૧ ટીમો દ્વારા ૧૪૧૭ કનેકશનોનું ચેકિંગ હાથ ધરાયું હતું. ૨૫૯ ગેરરીતિવાળા કનેકશનોને ૨૬.૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી વિગત મુજબ અમરેલીના ઉના અને ગીરગઢડા હેઠળના ૬ ફિડરના ૧૬ ગામોમાં ૧૮ ટીમો દ્વારા વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૦ વીજ કનેકશનો ચેક કરતા ૫૦ ગેરરીતિવાળા કનેકશનો ઝડપાયા હતા. જેઓને ૭.૫૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જુનાગઢના વેરાવળ જીઆઈડીસી, આંકોલવાડી હેઠળના ૪ ફિડરના ૧ શહેર અને ૭ ગામમાં ૪૧ ટીમો દ્વારા ૬૨૦ વિજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૧૨૫ ગેરરીતિવાળા કનેકશનો ઝડપાતા તેઓને ૧૦.૧૯ લાખનો દંડ કરવામાં આવ્યો હતો. ભુજ શહેર અને ગ્રામ્યના ૬ ફિડર હેઠળના વિસ્તારોમાં ૩૨ ટીમો ૫૭૭ વિજ કનેકશનોનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૮૪ ગેરરીતિવાળા કનેકશનોને ૮.૪૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.પીજીવીસીએલે વિજ ચોરી પકડવાની ઝુંબેશ યથાવત રાખતા આજે ભુજ સર્કલના માધાપર, દેસલપર અને ભુજ શહેર હેઠળના ૬ ફીડરના ૨૩ ગામોમાં ૨૬ ટીમો દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું છે. જુનાગઢ સર્કલના પાટણ, પ્રાંચી, તલાલા, આકોલવાડીના ૧૯ ગામ અને ૮ જયોતિગ્રામ ફીડર હેઠળના વિસ્તારોમાં ૪૦ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. અમરેલી સર્કલના ઉના, ગઢડા હેઠળના ૨૬ ગામો અને ૬ જયોતિગ્રામ ફિડર હેઠળના વિસ્તારોમાં ૨૩ ટીમો દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.