Abtak Media Google News

પાટીદાર પેટ્રોલિયમ પર બાઈકચાલક છેતરપિંડીનો ભોગ બન્યો?

હળવદ શહેરમાં પેટ્રોલ પંપ ધારકો વાહનચાલકોને ઓછું પેટ્રોલ આપતા હોવાના બનાવો ભૂતકાળમાં અનેક વખત પ્રકાશમાં આવ્યા છે ત્યારે  હળવદ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાયા બાદ બાઈકમાં પેટ્રોલ ઓછું આવ્યું હોવાનું અને પોતાની સાથે છેતરપિંડી થયાનું બાઇકચાલકને ધ્યાને આવતા આ અંગેની રજૂઆત પંપ ધારકને  કરાઇ હતી પરંતુ પંપ ધારક બાઇક ચાલકની કોઈપણ રજૂઆત સાંભળવા તૈયાર ન થતાં તમારાથી થાય તે કરી લેવાનું  તેવો ઉડાઉ જવાબ આપતા આખરે બાઇકચાલકે હળવદ મામલતદાર અને પોલીસમાં લેખિત રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે

આમ તો હળવદ શહેરમાં મોટાભાગના પેટ્રોલ પંપ પર ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની અનેક વાર લોકો ફરિયાદ કરતા હોય છે ત્યારે આજે હળવદ હાઈવે પર આવેલ પાટીદાર પેટ્રોલિયમ માં શહેરમાં રહેતા વિશાલભાઈ બાબરીયા બાઈક લઈને પેટ્રોલ પુરાવા ગયા હતા જેઓએ ૧૧૦ રૂપિયાનું પેટ્રોલ પુરાયા બાદ બાઈક ૨૦કિલોમીટર પણ નહીં ચાલતા પોતે છેતરાયા હોવાનું જણાતા તાત્કાલિક પાટીદાર પેટ્રોલિયમ પંપ ખાતે દોડી આવી બાઈકમા પેટ્રોલ ઓછું આપ્યું હોવાનું  જણાવ્યું હતું

7537D2F3

પરંતુ પંપ સંચાલક આ બાઇક ચાલકની કોઈ પણ રજૂઆત સાંભળી ન હતી અને પોતાએ પુરૂજ  પેટ્રોલ આપ્યું હોવાનું જણાવી તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો તેઓ ઉડાઉ જવાબ આપ્યો હતો

જેથી બાઇકચાલક વિશાલભાઈ ભરતભાઈ બાબરીયા એ હળવદ મામલતદાર અને હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી પાટીદાર પેટ્રોલિયમ ધારક  વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.