Abtak Media Google News

ગોંડલમાં લગ્નસરાની સિઝન ધામધૂમથી ચાલી રહી છે ત્યારે શહેરમાં આવેલ સમાજની વાડી હોય કે પાર્ટી પ્લોટ હોય વાહનચાલકો દ્વારા પાર્ક કરવામાં આવેલ વાહનમાંથી પેટ્રોલ ચોરી જવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ઘરફોડ ચોરી કે દુકાનોના શટર ઉંચકાવી તાળા તોડી નાની મોટી રકમની ચોરી થવાની ઘટનાઓ તો રોજિંદી બની છે ત્યાં જ કેટલીક ચોર ટોળકીએ પેટ્રોલ ચોરવામાં હાથ અજમાવ્યો છે શહેરમાં છેલ્લા દસ પંદર દિવસથી લગ્નસરાની સિઝન ધામધૂમથી ચાલી રહી છે સમાજની વાડી હોય કે પાર્ટી પ્લોટ હોય વાત ખાસ કરીને મોટર સાઈકલ ચાલકો દ્વારા પાર્ક કરવામાં આવેલ મોટર સાઇકલ માથી પેટ્રોલ ચોરી થવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે.

આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે આવી પેટ્રોલ ચોર ગેંગ દ્વારા મોટરસાઈકલના પેટ્રોલની ટાંકીની બહાર નીકળતા વાલ્વ પાસે પ્લાસ્ટિકની કોથળી કે બોટલ લટકાવી દેવામાં આવે છે અને બે-ચાર લેટર પેટ્રોલ કોથળીમાં આવી જાય એટલે કોથળી ને રબર ચડાવી પલાયન થઈ જાય છે.

પેટ્રોલ ચોર ગેંગ સમજી ગઈ છે કે સામાન્ય ચાર પાંચ લિટર પેટ્રોલની ચોરીમાં કોઈ પોલીસ ફરિયાદ કરવાનું નથી આ ઉપરાંત શહેરમાં ચાલી રહેલી મકાન કે કોમ્પ્લેક્સના બાંધકામોની જગ્યાએ સિમેન્ટની થેલીઓ, લોખંડના સળિયાઓ અને પાણીના બેરલ જેવી ચીજ વસ્તુઓની પણ ચોરીઓનો વ્યાપ વધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.