Abtak Media Google News

પેટ્રોલ, ડીઝલ અને ગેસમા ચલાવાતી લૂંટ અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ છતા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો જોવા મળીરહ્યો છે. તેમ જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે દેશમાં આ સ્થિતિ ઉભી થઈ છે. અને લોકો હેરાનગતિ ભોગવીરહ્યા છે.

દેશમાં છેલ્લા સાત મહિનામાં હીઝલના ભાવમાં રૂ.૧૦નો જયારે જીવનજરૂરી ચીજ વસ્તુઓનાં ભાવમાં ૧૦૦થી ૪૨૦ ટકાનો જંગી વધારો થયો છે. આને મોદી સરકારની ઉપલબ્ધી ગણાવી કે શું? તેવો સવાલ ડો. દિનેશ ચોવટીયાએ કર્યો છે. તેમણે ઉમેર્યું છે કે, સમગ્ર દેશમાં ગુજરાત સરકાર પેટ્રો પ્રોડકટ પર ૨૪ ટકાનો ટેકસ ઉપરાંત બે ટકા સેસ સાથે કમરતોડ વેરો વસુલી રહી છે. પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવને કારણે મોંઘવારી આસમાને પહોચી છે. અને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે.

તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં છ ટકાનો વધારો કર્યો છે. રાંધર ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ખાનગી ગેસ કંપનીઓએ સી.એન.જી. અને પી.એન.જી.ની કિમંતમાં વધારો ઝીંકી દીધો છે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એકસાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જયારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ -ડીઝલ,સી.એન.જી.પી.એન.જી.માં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ અને કાળઝાળ મોંઘવારીથી જનતા ત્રાહીમામ પોકારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.