પક્ષ પલ્ટુઓને પ્રજા જાકારો આપશે: કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા

અબડાસા વિધાનસભાના ઉમેદવાર ડો.સેંઘાણી કચ્છ કોંગ્રેસ ભવનની મુલાકાતે: કાલે ઉમેદવારી ફોર્મ રજુ કરશે

અબડાસા પેટાચુંટણીમાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર તરીકે ડો.સેંઘાણીના નામની જાહેરાત થતા કોંગ્રેસ પક્ષમાં જુસ્સો વઘ્યો છે. અબડાસા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સેંઘાણીએ કચ્છ કોંગ્રેસ ભવનની મુલાકાત લઈ તમામ કાર્યકરોનું અભિવાદન કરી કચ્છ જીલ્લા કોંગ્રેસનો આભાર માન્યો હતો. કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ડો.સેંધાણીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.

તથા મોઢુ મીઠુ કરી ખુશી વ્યકત કરી હતી અને તમામ કાર્યકરોને કામે લાગી જવા અને કોંગ્રેસ પક્ષને જવલંત વિજય અપાવવા અપીલ કરી હતી. ઉપરાંત ૧૧/૧૦નાં નલીયા મુદ્દે ઉમેદવારી પત્ર વખતે કાર્યકર-મિલનમાં બહોળી સંખ્યા સમર્થન કરવા તથા કામે લાગી જવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જીલ્લાના આગેવાનો યજુવેન્દ્રસિંહ જાડેજા, વી.કે.હુંબલ, નવલસિંહ જાડેજા, આદમભાઈ ચાકી, રવિન્દ્ર ત્રવાડી, ભચુભાઈ આરેઠીયા, રાજેશ આહિર, રાજેન્દ્રસિંહ જાડેજા, ગની કુંભાર, ઈકબાલ મંધરા, ઘનશ્યામસિંહ ભાટી, મુસ્તાક હિંગોરજા, અશરફસા સૈયદ, ઈશ્ર્વરભાઈ પટેલ, રામદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્ર ગોહિલ, દિપક ડાંગર, વેરશી મહેશ્ર્વરી, જગદિશ ઠકકર, રાજેશ ત્રિવેદી, હરિસિંહ રાઠોડ, દાનાભાઈ બડગા, રજાક ચાકી, નૈતિક પાંચાણી, લાખાજી સોઢા, મામદ જત, નાનજી વણકર, વાલજી મહેશ્ર્વરી, આદમ કુંભાર હનીફ સમા, શબીર નોડે, સેહજાદ સમા, એનુભા જાડેજા, ભાવના ગોર, લીના મહેશ્ર્વરી, અંજલી ગોર, ધીરજ રૂપાણી, કિરણ પટ્ટણી, ઈમરાન ખેર, શકિતસિંહ ચૌહાણ, લખુભાઈ નારોલા વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

Loading...