Abtak Media Google News

હાલ છ મહિના સુધી જીએસટીઆર-૩બી અને જીએસટીઆર-૧ ફોર્મ ભરવાનું ચાલુ રખાશે

છ મહિનામાં સરળ સીંગલ રીટર્ન પધ્ધતિ અમલમાં મુકવા સરકારનો નિર્ધાર

ડિજીટલ-કેશલેસ વ્યવહારોને છૂટ આપવાની દરખાસ્ત મામલે સમીતી રચાશે

જીએસટી કાઉન્સીલની ૨૭મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય

નવા ર્આકિ સુધારા તરીકે જીએસટીની અમલવારી યાના પ્રારંભીક તબકકામાં ગુંચવણોના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. પરિણામે સરકારે ધીમે ધીમે જીએસટીમાં રહેલી ક્ષતિઓને સુધારવાના પ્રયત્નનો પ્રારંભ કર્યો હતો. જેના ભાગરૂપે હવે જીએસટી ભરવા પાત્ર ની તેવા લોકો પણ ત્રિ-માસીક જીએસટી પણ ભરી શકશે.

જીએસટી કાઉન્સીલની ૨૭મી બેઠકમાં સરળ રીટર્ન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓને હવે સીંગલ રીટર્નની સરળ સીસ્ટમને અનુસરવી પડશે. અત્યાર સુધી વેપારીઓને રીટર્ન ભરવા ત્રણ તબકકાની અટપટી પ્રક્રિયામાથી પારીત વું પડતું હતું. જેના બદલે હવે સરળ એક મહિનાના રીટર્નની સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. આ સીસ્ટમને અમલમાં લાવવા હજુ છ મહિનાનો સમય લાગશે.

રીટર્ન ભરવા માટેની સીસ્ટમને ત્રણ તબકકામાં સુધારવામાં આવશે. જેમાં જુદા જુદા તબકકે વેપારીઓ જીએસટી રીટર્ન અને ટેકસ ભરીને પ્રોવિઝનલ ક્રેડીટનો લાભ મેળવી શકશે. હાલ બે પ્રકારના વેપારીઓને સીંગલ રીટર્ન ફોર્મ ભરવાના રહેશે નહીં. જેમણે કમ્પોઝીશન સ્કીમનો લાભ લીધો હોય અને ત્રિ-માસીક રીટર્ન ભરતા હોય તા ઝીરો ટ્રાન્ઝેકશન ત્રિ-માસીક રીટર્ન ભરનારાઓએ સીંગલ રીટર્ન ફોર્મ ભરવાના રહેશે નહીં. અત્યાર છ મહિના સુધી રીટર્ન ફાઈલ કરવાની જુની એટલે કે, જીએસટીઆર-૩બી અને જીએસટીઆર-૧ ફોર્મ ભરવાના ચાલુ રખાશે.

જીએસટી કાઉન્સીલની ૨૭મી બેઠકમાં સુગર પર જીએસટી સીવાય વધુ બે ટકા સેસ લાદવાની વાતનો કેટલાક રાજયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડિજીટલ પેમેન્ટ માટે અને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા બે ટકા છૂટ મુદ્દે પાંચ સભ્યોની સમીતી રચવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો. જે લોકો ડિજીટલ પેમેન્ટ કરશે તેઓને રૂ.૧૦૦ સુધીની છૂટ મળશે તે અંગે અગાઉ પણ ચર્ચા ઈ હતી.

સીંગલ રીટર્નની નવી સરળ પધ્ધતિ મુદ્દે મહેસુલ સચિવ હસમુખ અઢીયાએ કહ્યું હતું કે, જીએસટીનું સરળ સીંગલ રીટર્ન તૈયાર કરવા માટે અને તેના માટેનો સોફટવેર બનાવવામાં છ મહિના લાગશે. જેથી નવી પધ્ધતિને અમલમાં મુકતા પણ છ મહિના જેટલો સમય લાગશે. તમામ પ્રકારના વેપારીઓ આ ફોર્મ ભરી શકશે. જીએસટીની અમલવારી બાદ નિયમોની આંટીઘૂંટીના કારણે અનેક વેપારીઓ માટે જીએસટીના રીટર્ન માथથીનો દુ:ખાવો બની ગયા હતા. જો કે સરકારે તબકકાવાર સુધારાઓ કરી જીએસટીને સરળ બનાવવાના પગલા લીધા છે.

HDFC, LTC સહિતની ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુટ જીએસટીમાં પોતાનો પા ટકા હિસ્સો જતો કરશે

જીએસટી નેટવર્ક હવે સંપૂર્ણ સરકારી થીઈ જશે

જીએસટી નેટવર્કને હવે સંપૂર્ણપણે સરકારી સંસ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર પાસે હાલ ૨૪.૫ ટકાનો હિસ્સો છે. રાજય સરકારો પાસે પણ આટલો જ હિસ્સો છે. જયારે અન્ય ૫૧ ટકા હિસ્સો એચડીએફસી લી., એચડીએફસી બેંક લી., આઈસીઆઈસી બેંક લી., એનએસસી સ્ટ્રેટેજીક ઈન્વેસ્ટમેન્ટ કંપની અને એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ લી. સહિતની કંપનીઓ પાસે છે. જો કે, સરકાર આ કંપનીઓ પાસેી ૫૧ ટકાનો હિસ્સો હસ્તગત કરી લેશે. પરિણામે ૫૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર પાસે અને ૫૦ ટકા રાજય સરકાર પાસે રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.