Abtak Media Google News

આવતા દિવસોમાં વધુ વરસાદ પડે તો મકાન ધરાશાયી થવાની ભીતી: પાણીના યોગ્ય નિકાલ માટે પૂર્વ નગર સેવકની માંગ

ઉપલેટાના સ્મશાન રોડ પર આવેલ રામગઢ વિસ્તારમાં લતાવાસીઓ તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓએ એક વર્ષ પહેલા ફરીયાદનો યોગ્ય નિકાલ નહી આવતા વરસાદને કારણે આ વિસ્તારમાં કમર ડુબ પાણી ભરાતા પૂર્વ નગર સેવકે ધટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢયા હતા.

શહેરના વોર્ડ નં.૯ ના સ્લમ વિસ્તાર રામગઢમાં ૯૦ જેટલા પરિવારો કાચા, પાકા તેમજ ઝુપડા બાંધીને રહેશે આ લોકોના મુખ્ય ધંધો રેંકડીની મજુરી છુટક મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવે  છે. ૯૦ મકાનોમાં પૂર્વ નગરસેવક હિગોરા શું કહે છે.

વોર્ડ નં.૯ ના પૂવૃ નગરસેવક રજાકભાઇ હિગોરાએ જણાવેલ કે અમો બે વર્ષ પહેલા નગરપાલિકાને રજુઆત કરેલ પણ નગરપાલિકાના ચીફ ઓફીસર સહીત લોકો સ્થળ પર આવી માણ સાઇઝ કરી જતા રહે છે.2 46અમારા પાસે જેટલી રજુઆતો કરે છે તેમજ સ્થળ ઉપર પંચ રોજકામ કરેલ છે. તેની તમામ ઝેરોક્ષ નકળ પણ છે. વધુમાં રજાકભાઇ હિગોરાએ જણાવેલ કે માત્ર ૭૦ મીટરની પાઇપ લાઇન નાખવામાં આવે તો પાણીનો નિકાલ કાયમીને માટે થઇ જાય તેમ છે.

જયાં કમર બુડ પાણી ભરાય છે તે રામગઢમાં ૯૦ જેટલા કાચા પાાક મકાનો આવેલા છે તેમાં ર૦૦ થી વધારે માણસો રહે છે કમર ડુબ પાણી ભરાવાને કારણે કાચા મકાનો અને ઝુપડાઓ પડી જાય તો તેમાં રહેતા લોકો માટે મોટું જોખમ ઉભું થાય અને મોટી દુધટના પણ બની શકે છે.

૨૦૦થી વધારે લોકો વસવાસ કરે છે પણ આ વિસ્તાર ખાડીમાં આવેલ હોવાથી છેલ્લા બે વર્ષ થયા પાણીની ભરાવાની ફરીયાદ લતાવાસીઓની ફરીયાલ હતી ગયા વર્ષ લતાવાસીઓએ ચીફ ઓફીસર સહીતના લાગતા વળગતા ઓને લેખીતમાં ફરીયાદ કરેલ પણ યોગ્ય કાર્યવાહી નહી થવા શહેરમાં ચાર દિવસ થયા વરસાદ ચાલુ હોવાથી રામગઢમાં કમર ડુબ પાણી ભરાઇ જતા લોકો ભયભીત થઇ ગયા હતા આ ઘટનાની જાણ થતાં પૂર્વ નગર સેવક રજાકભાઇ હિગોરા નેજા ટીમ લઇ કમર ડુબ પાણીમાં જઇ ફસાઇ ગયેલા નાના બાળકોને બહાર કાઢયા હતા. આ વિસ્તારના લોકોની ફરીયાદ છે કે નગરપાલિકાનું તંત્ર સ્થળની મુલાકાત લઇ જતું રહે છે બે વર્ષ થયા અમારી રજુઆતને કોઇ કાને લેતું નથી જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો અમો મામલતદાર અને કલેકટરને રુબરુ મળી રજુઆત કરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.