Abtak Media Google News

પ્લાસ્ટીકનાં ઝબલા બનાવતી ફેકટરીઓ સામે તંત્રના આંખ આડા કાન

હાલના વર્તમાન સમયમાં એક તરફ ગાયને રાષ્ટ્રીય પ્રાણી ગણવાની ચર્ચાઓ ઉઠી રહી છે ત્યારે ગાયની સલામતી સુરક્ષા સામે પણ અનેક સવાલો વારંવાર ઉભા થતા જોવા મળે છે આવો જ એક સવાલ લોકો દ્વારા ઉપયોગ થતી ઝબલા થેલીનો પણ છે પશુ સહજવૃતિના કારણે ગાયના પેટમાં પ્લાસ્ટિકના ઝબલા જવાથી તેનું મૃત્યુ થાય છે તો આ બાબતે હજુ સુધી ઝબલા બનાવતી ફેકટરીઓ સામે તંત્રએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી તેવામાં જુનાગઢ સામાજીક કલ્યાણની અનેક પ્રવૃતિ કરતુ મધુર સોશ્યલ ગ્રુપ અને તેના પ્રમુખ સલીમ ગુજરાતીએ લોકોને જાતે ઝબલા થેલીનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગાયને માતાનો દરજજો આપવામાં આવ્યો છે અને તેનું પુજન કરવામાં આવે છે પરંતુ હાલના સમયમાં ગાય રસ્તે રખડતી ભટકતી જોવા મળી રહી છે. શહેરમાં રખડતી ગાયના પ્લાસ્ટિક ખાવાથી મોત નિપજતા હોય છે ત્યારે જુનાગઢના ગૌરક્ષા સામાજીક સંકલ્પ તર્પણના પ્રમુખ સલીમ ગુજરાતી, ઉપપ્રમુખ રાજેશ શ્રીવાસ્તવ, મંત્રી મન્સુર શાહમદાર, મહામંત્રી નરેશ સોસીયા અને કાર્યાલય મંત્રી મુઝમ્મીલ મહીડાએ જણાવ્યું હતું કે, શહેરોમાં દર વર્ષે પ્લાસ્ટિકના ઝબલાથી મોટી સંખ્યામાં ગાયોના મોત નિપજે છે.

પ્લાસ્ટિક વેચતા વેપારીઓને ત્યાં દરોડો પાડવામાં આવતા નથી. આથી ઝબલાનું ઉત્પાદન બંધ થતું નથી ત્યારે દરેક લોકો પ્લાસ્ટિકના ઝબલા લેવામાં ન આવે તો વેચાણ બંધ થઈ જાય આથી પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થતા અટકી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.