જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ કર્યા યોગા

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં ગુજરાત રાજય યોગ કેન્દ્ર દ્વારા સામૂહીક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫ લોકોએ ભાગ લીધો હતો. તદઉપરાંત ૮૦ જેટલા યોગના સાધકો પણ જોડાયા હતાં. કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા લોકોને વિવિધ યોગાસનનું નિદર્શનની સાથે માહીતી આપવામાં આવી હતી.

સાથે સાથે યોગ ટ્રેનરોએ જુદા જુદા યોગાસન અને યોગની કસરતનું નિદર્શન કર્યું હતું. કોરોના મહામારીને કારણે સોશિયલ ડીસ્ટન્સ સાથે લોકોએ સામૂહીક યોગ કર્યા હતાં.

કાર્યક્રમમાં કૃષિમંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહીતના આગેવાનો પણ જોડયા હતાં અને યોગ કર્યા હતાં.

Loading...