Abtak Media Google News

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા હાલ કરોડો રૂપિયા ના વિકાસ ના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા નવા રોડ રસ્તા પાણી ની લાઈનો અને અનેક પ્રજા હિત ને લગતા વિકાસ ના પ્રાથમિક કામો હાલ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર માં સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા હાલ સરું કરવા મા આવીયા છે.

ત્યારે સુરેન્દ્રનગર ટાવર પાસે ભોગવો નદી કિનારે થોડા સમય પહેલા ૧૦ થી વધુ સંડાસ નગરપાલિકા દ્વારા બનાવવા મા આવીયા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ટાવર પાસે ભોગવો નદી કિનારે લગભગ ૧૦૦ થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની નગરપાલિકા દ્વારા આ સંડાસ નું નિર્માણ કરવા મા આવિયુું હતું.

પરંતુ આજ દિન સુધી આ સંડાસ બાથરૂમ ના બારણાં નાખવા મા આવીયા નથી જેને કારણે ત્યાં આજુ બાજુ વસવાટ કરતા લોકો મા રોસ ફેલાયો છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આ નિર્મિત સંડાસ ના હાલ પોખરા પણ તૂટેલી હાલતમાં છે.ત્યારે ત્યાં ના લોકો દ્વારા સત વરે આ સંડાસ બાથરૂમ રિપેર કરી બારણાં નાખવા માટે માંગ કરવા મા આવી રહી છે.

સુરેન્દ્રનગર ટાવર પાસે ભોગવો નદી કાંઠે લગભગ ૧૦૦ થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે ત્યારે મિયાણા સમાજ નો એક ૧૮ વર્ષ નો યુવાન સંડાસ જવા નદી કાંઠે ગયો હતો ત્યારે ત્યાં પડેલી પાણી ની પાઇપ લાઇન આ યુવાન મા માથે આવી હતી અને આ યુવાન ને માથા મા ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે આ યુવાન ને ગાંધી હોસ્પિટલ માં ખસેડવા મા આવતા ત્યાં ના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.ત્યારે આવી કોઈ બીજી જાન હાની ના સર્જાય તે માટે આ સંડાસ બાથરૂમ ના બારણાં નાખવા મા આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.