Abtak Media Google News

ઝોલી ભર દે…

૧૭મી લોકસભાનાં ગઠન માટે યોજાયેલી ચુંટણીનાં પરિણામોમાં પ્રચંડ જનાદેશ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાનાં પ્રથમ વકતવ્યમાં જણાવ્યું હતું કે, દેશવાસીઓએ આ ફકીરની જોલી ભરી દીધી છે ત્યારે મારી જવાબદારી પણ વધી છે. અનીતિથી કોઈ કામ નહીં કરું મારા માટે કંઈ જ નહીં કરું અને મારા જીવનનાં પલ પલ અને શરીરનાં કણ કણ રાષ્ટ્રને સમર્પિત છે. વડાપ્રધાન મોદીએ ભાજપ અને એનડીએને સ્પષ્ટથી પણ સવાઈ બહુમતિ આપનાર દેશવાસીઓનો આભાર વ્યકત કર્યો હતો.

નવીદિલ્હી ખાતે ભાજપનાં કાર્યાલય ખાતે વિજયી બાદ કરેલા પ્રથમ વકતવ્યમાં ભાવુક થઈને નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મને દેશે ખુબ આપ્યું છે. આ ફકીરની જોલી ભરી દીધી છે ત્યારે મને સતાની સાથે-સાથે મોટી જવાબદારી પણ મળી છે.

આ જવાબદારી હું ખુબ નિષ્ઠાથી બજાવવાનો પ્રયાસ કરીશ તેમ કહી તેમણે ત્રણ સંકલ્પ લીધા હતા કે, હું કયારેય અનિતિ કે સ્વાર્થથી કોઈ કામ નહીં કરું. મારા માટે કંઈ જ નહીં કરું અને મારા જીવનનાં સમયની પલ પલ અને શરીરનાં કણ કણનો દેશની સેવામાં સમર્પિત થઈ ઉપયોગ કરીશ. વડાપ્રધાનનાં આ ત્રણ સંકલ્પથી તેમણે પોતાની પ્રતિબંધતા ભાવુક થઈને વ્યકત કરી હતી.

૧૭મી લોકસભાનાં પરિણામમાં ભાજપને એનડીએનાં પ્રભાવમાં કોંગ્રેસ સહિતનાં તમામ હરિફોના સુપડા સાફ થઈ ગયાનાં જનાધારને લઈને ભાજપ વધુ એકવાર નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સતા પ્રાપ્તિનાં આ નવયુગમાં સરકાર પાસે સતાની જવાબદારીનાં જશ્નની સાથે સાથે કેટલાક નવા પડકારોનો સામનો પણ કરવો પડશે.

આગામી સરકાર માટે ગ્રામિણ સંતુલન વિકાસ અને નવી સરકાર માટે ગત પાંચ વર્ષ કરતાં પર્યાવરણને લગતા ગ્રામિણ અર્થતંત્રને સ્પર્શતા મુદાઓ, મોસમનો બદલાવ, વરસાદની અનિયમિતતા અને પાણીની ખેંચ જેવા મુદાઓ સરકાર માટે ફરજિયાત કરવાનાં કામો બની રહે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.