Abtak Media Google News

વિવિધ સમાજ દ્વારા નરેન્દ્રભાઇને ઉષ્માપૂર્ણ આવકાર: જનતાએ સ્વયંશીસ્ત દાખવી કાર્યક્રમમાં આપ્યો સહયોગ

રાજકોટના ઐતિહાસિક ગ્રાઉન્ડ ચૌધરી હાઇસ્કુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની જાહેરસભામાં ખુબ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહેનાર નગરજનો હોદેદારો કાર્યકર્તાઓનો ભાજપ અગ્રણીઓએ આભાર વ્યકત કયો હતો.

ધનસુખ ભંડેરી – નીતીન ભારદ્વાજ

આંતરરાષ્ટ્રીય ગાંધી મ્યુઝીયમ ગાંધી અનુભુતિ કેન્દ્રનું લોકાપર્ણ કરવામાં આવેલ તેમજ ચૌધરી હાઇસ્કુલ ખાતે જાહેર સભા યોજાઇ ત્યારે શહેરમાં આવાસ યોજના આઇ-વે પ્રોજકટનું લોકાપર્ણ તેમજ શહેરના જવાહર રોડ પર આવેલ આલ્ફેડ હાઇસ્કુલમાં દેશના રાષ્ટ્રપિતા અને આઝાદીની લડાઇમાં અંગે્રજોને પોતાના અહિસક આંદોલનથી હંફાવનાર મહાત્મા ગાંધીજીના રાજકોટના સુખદ સંભારણાને લોકમાનસમાં જીવંત રાખવા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત આલ્ફેક હાઇસ્કુલને એક આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને કારણે દેશ અનુ દુનિયાના લોકો બાપુની શિક્ષણાવસ્થાને જાણી અને જોઇ શકે તે માટે અહી સત્યપીઠ મ્યુઝીયમનું લોકાપર્ણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા થયુ ત્યારે શહેરની જનતાએ પ્રચંડ આવકાર આપી સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્રને સાર્થક કરવા બદલ ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ શહેરીજનોનો આભારા વ્યકત કર્યો હતો.

કમલેશ મીરાણી, દેવાંગ માંકડ જીતુ કોઠારી, કિશોર રાઠોડ

મહાત્મા ગાંધીજીના સુખદ સંભારણાને લોકમાનસમાં જીવંત રાખવા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત આલ્ફેક હાઇસ્કુલને ગાંધી મ્યુઝીયમ દ્વારા દેશ અને દુનિયાના લોકો બાપુનુ શિક્ષણાવસ્થાને જાણી અને જોઇ શકે તે માટે અહીં સત્યપીઠ મ્યુઝીયમનું લોકાપર્ણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રુપાલા, રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં થયુ ત્યારે સાબરમતી આશ્રમ અને કીર્તી મંદીર બાદ આ મ્યુઝીયમની મુલાકાત લેનાર નવી પેઢી ને બાપુની મોહનથી મહાત્મા સુધીની જીવન શૈલી વિશે માહીતગાર થશે ત્યારે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાજકોટની ધરતી સાથેનું સંભારણુ લોકમાનસમાં કાયમ રહે તે ગાંધી મ્યુઝીયમ ના લોકાોર્પણ  પ્રસંગે રાજકોટ આવેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શહેરની જનતાએ પ્રચંડ આવકાર આપયા જાહેર આભાર વ્યકત કર્યો હતો.

ભાજપના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંવ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા

આલ્ફેડ હાઇસ્કુલ ખાતે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ગાંધી મ્યુઝીયમ લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું. ત્યારે મહાત્મા ગાંધીજીના સુખ સંભારણાને લોકમાનસમાં જીવંત રાખવા ગાંધીજીની ૧પ૦મી જન્યજયંતિ ઉજવણી અતર્ગત આલ્ફ્રેડ હાઇસ્કુલને એક આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ બનાવી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાજકોટની ધરતી સાથેનું સંભારણુ લોકમાનસમાં કાયમ રહે તે ગાંધી મ્યુઝીયમ ના લોકાર્પણ પ્રસંગે રાજકોટ આવેલા વડાપ્રધાન નરેન્દભાઇ મોદીની ચૌધરી હાઇસ્કુલ ખાતે જાહેરસભામાં ઉમટી પડેલ પ્રચંદ જનમેદનીએ સ્વયંભુ શસ્તિ સાથે નરેન્દ્રભાઇ મોદીને જે પ્રતિસાદ આપ્યો તે બદલ સંસદસભ્ય અને ધારાસભ્યોઓએ શહેરીજનોનો આભાર વ્યકત કર્યો હતો.

અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા

શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણી તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ દેશના વડાપ્રધાન નરેન્દભાઇ મોદી ના હસ્તે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં શહેરના જવાહર રોડ પર આવેલ આલ્ફેક હાઇસ્કુલ ખાતે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય ગાંધી મ્યુઝીયમ ગાંધી અનુભુતિ કેન્દ્રનું લોકાપર્ણ તેમજ ચૌધરી હાઇસ્કુલ ખાતે જંગી જાહેરસભા કાર્યક્રમને સફળ બનાવવા બદલ શહેરજનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો.

સખીયા, મેતા, ઢોલ, બોઘરા

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રી સર્વભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના કરકમળો દ્વારા રાજકોટ શહેર ખાતે નવનિર્મિત મહાત્માગાંધી મ્યુજીયમ, હાઈવે પ્રોજેક્ટ ફેસ-૨, આવાસ યોજના, અંતર્ગત તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ તા ૨૪૦ આવાસોનો સામુહિક ગૃહ પ્રવેશ કરાવતા અને લોકાર્પણ કરતા પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ તમામ પ્રકલ્પો ખુલ્લા મૂકી અર્પણ કર્યા હતા. આ તકે તેમના હરેક શબ્દમાં રાષ્ટ્રભાવનાના દર્શન તથા હતા ત્યારે રાજકોટ જીલ્લામાંથી હજારો કાર્યકર્તાઓ .વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સભામાં ઉપસ્થિત રહી તેમનો વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ છલોછલ જોવા મળતો હતો. અંતમાં જીલ્લા ભાજપના આગેવાનોએ રાજકોટ જીલ્લાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાનના કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા માટે નગરજનોનો આભાર માનતા પદાધિકારીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કાલે યોજાયેલી મહાત્મા ગાંધી મ્યુઝીયમ લોકાર્પણ, આઈવે પ્રોજેકટ ફેઝ ૨ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણની અભૂતપૂર્વ સફળતા માટે આભાર વ્યકત કરતા મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, ઉદયભાઈ કાનગડ, દલસુખભાઈ જાગાણી, તથા અજયભાઈ પરમાર જણાવે છેકે જયાર દેશન લોકલાડીલા પ્રધાનમંત્રી કાર્યક્રમ માટે રાજકોટ પધારતા હોય ત્યારે તેને આવકારવા માટે આમજનતામાં જે અનેરો ઉત્સાહ જોવા મળ્યો તે ખરેખર સરાહનીય છે. લોકોએ અને શહેરની જાહેર સામાજીક સંસ્થાઓ, જુદાજુદાક એસો.નો દ્વારા કાર્યક્રમના આયોજનમાં ખૂબજ સહયોગ આપેલ તેની સાથોસાથ શહેરના પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીકસ મીડીયાએ પણ ખૂબજ જહેમત આપી કાર્યક્રમની પ્રસિધ્ધી અપાવેલ અને તેના કારણે જ આ કાર્યક્રમની સફળતાને ચાર ચાંદ લાગેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.