Abtak Media Google News

મેઘરાજાઍ સમગ઼ રાજયમા અનરાધાર હેત વરસાવી ચોતરફ પાણી પાણી કરી દીધુ છે.પરંતુ ટંકારામા મુશળધાર વરસાદ પછી પિવાના પાણી મામલે ઉલટીગંગા વહી રહ્યા જેવો તાલ ચાલુ થયો હતો.હાલમા પિવાનુ પાણી પ઼જાજનોને બે દિવસે મળી રહ્યુ છે.અને ઍ પણ પિવા લાયક તો નથી પરંતુ વાપરવામા પણ કામ ન આવે ઍટલુ ડહોળુ જોકે,ઉપરવાસમા પડેલા અનારાધાર વરસાદથી કેનાલોનુ ધોવાણ થતા દુષિત પાણી ભળી જવાથી ડહોળા પાણીની સમસ્યા ઉભી થઈ છે. હાલ મિનરલ વોટર થી શહેર ના પોતાની તરસ છુપાવે છે પણ ગરીબ પરીવાર ને આ પાણી પિધા વગર છુટકો નથી

Img 20170801 Wa0062હાલમા પણ અગાઉની જેમ જ દર બે દિવસે પિવાનુ પાણી નિયમીત રીતે અનિયમીત વિતરણ કરવાનો સિલસીલો બરકરાર છે.અનિયમિતતાતો પ઼જાને કોઠે પડી ગઈછે.પરંતુ અતિ વરસાદ પછી પિવાનુ વિતરણ થતુ પાણી લોકોના ઘરે નળમા અતી ડહોળુ આવી રહ્યુ છે.આ પાણી પીવાલાયક તો નથી.પરંતુ પ઼જાને વાપરવામા પણ પોતાના વાસણ,કપડા સ્વચ્છ થવાના બદલે ગોબરા થવાની બીક લાગે છે.અતિ ડહોળા પાણી વિતરણથી લોકોમા પિવાના પાણીપ઼શ્ર્ને કાળો કકડાટ ફેલાયો છે.ઘરેલુ પાણીને શુધ્ધ કરવા લોકો ફટકડી સહિતના ઘરેલુ પ઼યોગો કરવા છતા ડહોળ નીચે બેસતો નહોવાથી જનજીવન પીવાના પાણી મામલે ભારે ચિંતીત બન્યુ છે.શહેરના પેટાળમા કયાય મીઠુ અને શુધ્ધ પાણી નહોવાથી લોકોને ગ઼ામપંચાયત દ્વારા વિતરીત થતા નમઁદાના નીર ઉપર આધારીત રહેવા સિવાય છુટકો નથી

રૂપિયા વાળા લોકો તો  પાણીની બોટલો પૌસા ખર્ચી મગાવી રહ્યા છે પરંતુ બે છેડા રોટલી મા માંડ માંડ ભેગા થાય તેનુ શુ. તેઓ કહે છે કે અમારે આ પાણી પિધા વિના છુટકો નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.