પાટીદાર કવોટા બંધારણીય રીતે અશકય: અરૂણ જેટલી

arun jaitley
arun jaitley

ભાજપના વિધાનસભા ચૂંટણી ઢંઢેરો-૨૦૧૭ જાહેર કરતી વખતે નાણાપ્રધાન અરૂણ જેટલીનું નિવેદન

પાટીદાર અનામત બંધારણીય રીતે અશકય હોવાનું નાણા પ્રધાન અ‚ણ જેટલીએ કહ્યું છે. ગઈકાલે ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત દરમિયાન તેમણે આ વાત કહી હતી.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે પાટીદારોને અનામત માટે આપેલુ વચન બંધારણીય રીતે અશકય છે. ૫૦ ટકાથી વધુ કવોટા શકય નથી. તાજેતરમાં પાટીદારોની છ સંસ્થાઓએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોની અનામત અંગે આપેલા વચનને સત્યથી ઘણુ દૂર ગણાવાયું હતું. સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલવેએ કવોટા ૫૦ ટકાથી વધુ અશકય હોવાની વાત કરી હોવાનું સંસ્થાઓનું કહેવું હતું.

દરમિયાન ગઈકાલે દેશના નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસે પાટીદારોને આપેલુ અનામતનું વચન બંધારણીય રીતે શકય નથી. તેમણે આ નિવેદન ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત દરમિયાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ક્રિસીંગ રેટીંગ પ્રમાણે ૫ વર્ષમાં ગુજરાતનો સરેરાશ ગ્રોથ રેટ ૧૦ ટકા રહ્યો છે એ પણ એવા સમયે કે જયારે વિશ્ર્વના મોટાભાગના દેશમાં અર્થતંત્ર નબળુ હતું. ગુજરાતની સરકારનું પરફોર્મન્સ તેના આંકડામાં દેખાય છે. ગુજરાતમાં સામાજિક, આર્થિક ક્ષેત્રથી લઈને ઈન્ફ્રાસ્ટ્રકચર, પોર્ટ ઈકોનોમી, કૃષિ ક્ષેત્ર, આરોગ્ય અને શિક્ષણ એવા તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે. ગુજરાતને એક રાખવા સમાજના તમામ વર્ગોને સાથે રાખી આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને અનામત અને પેટ્રોલ-ડિઝલમાં રાહતો આપવાના વચન અંગે નાણા પ્રધાન જેટલીએ કહ્યું હતું કે, આ બન્ને મુદ્દાઓનો અમલ બંધારણીય અને નાણાકીય સંચાલનની દ્રષ્ટીએ અશકય છે. ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાય તેમ નથી.

Loading...