Abtak Media Google News

પરફેક્ટ પિકચર્સ તરફથી તૈયાર થયેલા આ પંજાબી સોન્ગનું શૂટિંગ જૂનાગઢના મજેવડીમાં કરવામાં આવ્યું છે આજે સાંજે ૮.૩૦ વાગ્યે રિલીઝ થશે સોન્ગ: જય વાડવાણી સાથે શિવાની પટેલ ફિમેઇલ કોસ્ટાર: કલાકાર, પ્રોડયુસર અબતકને આંગણે

સોશ્યલ મિડિયા પર હવે વિવિધ પ્રકારનાં ક્રિએટીવ સોન્ગસનો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતી, હિન્દી સોન્ગની સાથે સાથે હવે ગુજરાતમાં પંજાબી સોન્ગ પણ રિલિઝ થવા જઈ રહ્યું છે. પર્ફેકટ પિકચર્સના નેજા હેઠળ ગુજરાતમાં પ્રથમવાર પંજાબી સોન્ગ રીલીઝ કરતા પ્રોડયુસર મનિષ હિરપરા સોન્ગમાં મુખ્ય કલાકાર તરીકે પ્લે કરતા જય વાડવાણી અને એકેવીખત્રીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

આ સોન્ગના પિકચરાઈઝેશન અંગે જણાવતા મનિષ હિરપરાએ કહ્યું કે ગુજરાતમાં પ્રથમવાર પંજાબી સોન્ગ રીલીઝ થઈ રહ્યું છે. આ સોન્ગનું સમગ્ર શૂટિંગ જૂનાગઢના મજેવડીમાં કરવામાં આવ્યું છે. સોન્ગમાં પંજાબી ગામડાનું આબેહુબ દ્રશ્ય ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં હયા ભર્યા ખેતર, ટ્રેકટર ઓજારોને દર્શાવવામાં આવ્યા છે. આ સોન્ગને એક અલગ કોન્સેપ્ટથી રજૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં પ્રથમવાર પંજાબી કરેકટરને લઈ કોઈ સોન્ગ પિકચરાઈઝ થયું તે વાત ખૂબજ અનોખી છે. તેવું કહેતા સોન્ગના મુખ્ય કલાકાર જય વાડવાણીએ જણાવ્યું કે આ સોન્ગમાં એક પંજાબી એમ્પલોયની વાત છે જે તેની ભણેલી ગણેલી ફિમેલ બોસ ને પ્રેમ કરે છે. અને તેને પોતાના દીલનો હાલ સંભળાવવાના પ્રયાસ કરે છે. સોન્ગની શરૂઆત જે ‘તેનું દીલદા હાલ સુનાવા મેનુ ગીત કેનુ ગાવા’થી થાય છે. આ સોન્ગમાં ખૂબજ રોમાન્ચ અને રોમાન્સ જોવા મળી રહ્યો છે. આપણે ત્યાં ગુજરાતી હિન્દી સોન્ગતો આપણે બનાવીએ જ છીએ પરંતુ પંજાબી સોન્ગનો ક્ધસેપ્ટ ખૂબજ અલગ છે. અને ગુજરાતમાં પણ લોકો પંજાબી સોન્ગને પસંદ કરે છે.

આ સોન્ગમાં જય વાડવાણી સાથે શિવાની પટેલ ફીમેઈલ કોસ્ટાર છે. આજે સાંજે ૮.૩૦ વાગે ફન એન્ડ ફૂડમાં આ સોન્ગ ઓફીસીયલી લોન્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.