Abtak Media Google News

બીઝનેશમેન એકસલન્ટ એવોર્ડ ૨૦૧૭ હેઠળ ૭ સેન્ટર તેમજ ૩૦ થી વધુ ફ્રેન્ચાઈઝી ધરાવતા પટેલ કોમ્પ્યુટરના ડાયરેકટર સુરેશભાઈ પટેલ અને ગુણવંતભાઈ પટેલને બાનલેબના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ એવોર્ડ આપી સન્માનીત કર્યા

બીઝનેશમેન એકસલન્ટ એવોર્ડ ૨૦૧૭ હેઠળ ૭ સેન્ટર તેમજ ૩૦ થી વધુ ફ્રેન્ચાઈઝી ધરાવતા પટેલ કોમ્પ્યુટરના ડાયરેકટર સુરેશભાઈ પટેલ અને ગુણવંતભાઈ પટેલને બાનલેબના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ એવોર્ડ આપી સન્માનીત કર્યા

પટેલ કોમ્પ્યુટર્સના સુરેશભાઈ પટેલ અને ગુણવંતભાઈ પટેલ ૧૯૯૧માં કોમ્પ્યુટરમાં એન્જી. કર્યા બાદ ભૂતખાના ચોકમા બે કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર શિક્ષણ પ્રારંભ કર્યો હતો. આગામી સમયમાં એકાઉન્ટ ક્ષેત્રનાં લગતા નિષ્ણાંત કર્મચારીઓ તૈયાર કરવાની ઈચ્છા પટેલ બંધુઓએ વ્યકત કરી છે.

જ્ઞાન‚પી પ્રકાશને ફેલાવી અજ્ઞાન‚પી અંધકારને દૂર કરી અસંખ્ય વિદ્યાર્થીઓના કારકીર્દીને ઘડવામાં સહભાગી થનાર કોમ્પ્યુટરનાં શિક્ષણ ક્ષેત્રનાં પ્રરેતા ગણાતી સંસ્થા પટેલ કોમ્પ્યુટર્સ ને બાનલેબના ચેરમેન મોલેશભાઈ ઉકાણીના હસ્તે સૌરાષ્ટ્ર-કચ્છના બીઝનેશ મેન એકસલન્ટ એવોર્ડ ૨૦૧૭ હેઠળ એકસલન્ટ ઈન ડીજીટલ એજયુકેશનનો માય એફએમ ૯૪.૩ રેડીયો દ્વારા આપવામાં આવ્યો હતો.

આજથી બે દાયકા પહેલા એટલે કે લગભગ વિસેક વર્ષ પહેલા ઈન્ફશ્રોર્મેશન એન્ડ ટેકનોલોજીનુ ક્ષેત્ર ભણવા માટે ખૂબ જ મુશ્કેલ ગણાતું હતુ વિદ્યાર્થીઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં કારર્કીદી બનાવવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હોવા છતા સૌરાષ્ટ્રમાં આઈટીક્ષેત્રે વ્યવસ્થિત તાલીમ આપતી સંસ્થા ઉપલબ્ધ નહોતી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અમદાવાદ તેમજ ગુજરાત બહાર અન્ય સ્થળોએ જવું પડતુ હતુ.

આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકીર્દી બનાવવામાં પડતી પારવીર મુશ્કેલીઓને ધ્યાને લઈને સુરેશભાઈ પટેલ અને ગુણવંતભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવતાભર શિક્ષણને પણ એકદમ વ્યાજબી ફીમાં પૂ‚ પાડવામાં આશયથી અને ખાસતો વિદ્યાર્થીઓને આ શિક્ષ્ણ લીધા બાદ પગભર કરવાના મકકમ અને શુભ આશયથી પટેલ કોમ્પ્યુટર ની પહેલી શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજકોટમાં જ ૭ સેન્ટરો તેમજ સમગ્ર ગુજરાતમાં ૩૦થી વધુ ફ્રેન્ચાઈઝી સેન્ટર દ્વારા હજારો વિદ્યાર્થીઓને વ્યવસાય લક્ષી કોમ્પ્યુટરનું શિક્ષણ આપીને તેમને સ્વરોજગારી નોકરી મેળવવામાં પટેલ કોમ્પ્યુટર્સ મદદ‚ બન્યું છે.

પટેલ કોમ્પ્યુટર્સ ડાયરેકટર સુરેશભાઈ પટેલ અને ગુણવંતભાઈ પટેલે રાજકોટ જીલ્લા જેલમાં ૧૦ કોમ્પ્યુટર સીસ્ટમ દાનમાં આપીને બે ટીચરો દ્વારા ફીમાં જેલમાં બધા કેદીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવાનું ચાલુ કરેલ છે. દર વર્ષ ૧૫૧ ગરીબ બહેનોને ફ્રી કોમ્પ્યુટર શિક્ષણ આપીને તેઓને નોકરીમાં ગોઠવી દેવામાં આવે છે. પટેલ કોમ્પ્યુટર્સનો પ્લેસમેન્ટ ડીવીઝન દ્વારા તેઓને સારી કંપનીમાં ગોઠવવામાં આવે છે. પટેલ કોમ્પ્યુટર્સના ફેન્ચાઈઝી મેનેજર તરીકે આલોક શર્મા અને મેનેજર તરીકે મિતેષ પટેલ સેવા આપી રહેલ છે.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.