Abtak Media Google News

પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ ચૂકયો છે: પર્યુષણ પર્વ દરમિયાન મંદિરમાં દરરોજ ભાત-ભાતની આંગી કરવામાં આવે છે. આંગી થયા બાદ મંદિરોમાં દર્શન માટે ભારે ભીડ જોવા મળે છે. રાજકોટના વિવિધ જૈન મંદિરોમાં વિવિધ આકર્ષક આંગી કરવામાં આવી હતી.

અબતક સાથેની વાતચીત દરમિયાન રૂપાબેન મહેતાએ જણાવ્યું કેVlcsnap 2018 09 07 11H17M54S171

હું મણિયાર દેરાસરમાં રેગ્યુલર આવું છું અને આ ભગવાનને જોઈને બહુ ધન્યતા અનુભવુ છું. મને બહુ શાતા મળે છે. ભગવાન દર્શનથી ચિંતામણી પાશ્ર્વનાથદાદા અમારા જીવનની આધી વ્યાધી અને ઉપાધી દૂર કરે છે. દરેકના જીવનમાં ચિંતા હોય જ છે પણ આ ચિંતામણીદાદાના દર્શન કરવાથી દરેક ચિંતા દુર થાય છે જે સંસારીક છે અને આ પર્યુષણ પર્વ બહુ મોટો પર્વ છે.

જૈનો માટે અને આ પર્વ દરમિયાન અમે લોકો બધા તપ, જપ ખુબ કરીએ છીએ અને મન, વચન, કાયાથી વિશ્ર્વના દરેક જીવોને ક્ષમા આપીએ છીએ. પર્યુષણ પર્વ દરમિયાન ચિંતામણી પાશ્ર્વનાથ દાદાની વિશેષ અંગરચના કરવામાં આવે છે. જેના દર્શન હજારો લોકો કરે છે જેનાથી આપણે આપણા ભગવાનની ધન્યતા જોઈ શકીએ છીએ.

અબતક સાથે વાતચીત દરમિયાન ભકત પ્રવિણાબેન શાહે જણાવ્યું કે,Vlcsnap 2018 09 07 11H16M54S1

અમે અહીંયા શાંતિનાથ દેરાસર દર્શન કરવા આવ્યા છીએ. અમે દરરોજ દર્શન કરવા આવીએ છીએ. અહિંયાથી આંગી દર વર્ષે બહુ જ સરસ મનોહારી થાય છે એટલે બધા અહિંયા દર્શન કરવા પધારજો.

શાંતિનાથ ભગવાનનું બહુ જ પ્રકટ પ્રભાવિ તથા હાજરાહજુર છે. અમારે આખા વર્ષમાં પર્યુષણ પર્વનું વધુ મહત્વ છે. આ પર્વ અમારા માટે મહાપર્વ કહેવાય છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન પારસધાર દેરાસરના ટ્રસ્ટી નિતેષભાઈ શાહે જણાવ્યું કે,Vlcsnap 2018 09 07 09H35M00S156

જય પારસધામ જૈન સંઘ એટલે કે કાલાવડ રોડ શ્ર્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘના આંગણે જૈન શાસનનું અદભુત મહોત્સવ મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વ જેની ઉજવણી અમે કરી રહ્યા છીએ. આ શાસનનો એક મોટામાં મોટો પર્વ છે અને આ ઉત્સવમાં દરરોજ આઠ દિવસ સુધી સવારની પ્રતિક્રમણથી શરૂ કરી અને ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાથે સાથે રાત્રી ભાવના તથા રાત્રીનું પ્રતિક્રમણ અને બપોરે દેવવંદન બધી જ પ્રવૃતિ સતત ચાલુ રહે છે

અને મહાવિરજન વાંચન વચ્ચે આવે છે. જેમાં મહાવિર સ્વામીનો જન્મ થાય છે એ મહાવિર સ્વામિના જન્મવાંચનમાં ખુબ જ ઉત્સાહથી જૈન શાસનનો એક એક સેવક વ્યકિત ભાગ લે છે અને તેઓ ખુબ જ ઉત્સાહથી તેના વધામણા કરે છે. આ પર્યુષણ પર્વની ધામધુમપૂર્વક અમે કરી રહ્યા છીએ. છેલ્લો સવંત્સરીનો પર્વ ખુબ ધામધુમપૂર્વક ઉજવણી કરીને એકબીજા સાથે ક્ષમા માંગીને ક્ષમા આપીને બધા જ હળવા થઈ જાય છે એ અમારો મોટામાં મોટો સદગુણ કર્યો કે ગુણ કર્યો એ જૈનશાસન અદભુત છે.

ક્ષમા આપીને કે ક્ષમા આપીને વેર ઝેર ભુલીને અને બધા ભાઈચારાથી એક સાથે સ્વામી વાત્સલ્ય યોજી બધાની વાત્સલ્યતામાં વધારો કરીએ છીએ. જૈન સમાજનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૌથી મોટામાં મોટો પર્વ પર્વાધીરાજ પર્યુષણનું મહત્વ ખુબ જ છે. જેમાં કર્મ ખપાવવાનું આઠ દિવસ જ મળે છે કે જેમાં અમે કર્મ ખપાવી શકીએ અને ભવે ભવના ફેરામાંથી બચી શકીએ.

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ જૈન તપસ્વી સંઘના ઉપપ્રમુખ પંકજ કોઠારીએ જણાવ્યું કેVlcsnap 2018 09 07 09H41M49S148

પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસ છે. રાજકોટનું અતિપ્રાચીન જીનાલય જે માંડવી ચોકનું જીનાલય કહેવાય છે. ૧૯૨ વર્ષ પ્રાચીન જીનાલયમાં આપના આદેશય ભગવાનના દર્શન થઈ રહ્યા છે. જે અતિ હિરા મોતીથી આંગીથી સુશોભિત છે. ખાસ તો અહિંયાની પ્રતિમાનો પણ ખુબ જ પ્રભાવ છે.

સાતમ આઠમ પૂર્ણ થઈ અને જૈનોના પર્યુષણ આવી ગયા. ખાસ તો પર્યુષણ એક પર્વ છે. પર્યુષણ એટલે એક જગ્યાએ સ્થિર થવું જે કોઈ આરાધના, સાધના ન કરી શકયા હોય તે આ પર્યુષણ દરમિયાન કરે છે. પર્યુષણનાં દિવસો એવા છેકે લોકો તપથી જોડાઈ શકે છે ખાસ તો આ પર્વ મૈત્રિ ભાવનાનો પર્વ છે.

આત્મવિસુઘ્ધી પર્વ દરમિયાન લોકો કરતા હોય છે. ઘણા પર્વો એવા છે જેમાં ખાણી-પીણી મોજ મજા હોય છે પરંતુ આ પર્વ આત્માનો સાક્ષાત્કાર કરવાનો પર્વ છે. ખાસ તો માંડવી ચોક દેરાસરમાં નૈતિક કાર્યમાં સવારે પરમાત્મા પાસે પ્રવચન અને પરમાત્મા ભકિત, ત્યારબાદ સાંજે પ્રતિક્રમન અને રાત્રે ભકિત સંગીત હોય છે. સાંજના સમયે વધુને વધુ ભકિતમય માહોલ જોવા મળશે. લોકો એકત્રિત થઈ ભગવાનની ભકિત કરશે. આ પર્યુષણનાં ૮ દિવસોમાં જૈન લોકો આત્માશુદ્ધિ અને પરમાત્માની ભકિત કરશે.

પર્વાધિરાજ પર્યૂષણ સિધ્ધત્વની એકસપ્રેસમાં બેસવાનું પ્લેટફોર્મ: રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની ભાવવાહી શૈલીમાં સિધ્ધત્વ પર અંતરવાસ કરવાનો અલૌકિક આનંદ માણતા ભાવિકો

ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો, શાસન ચંદ્રિકા પૂજ્ય હિરાબાઈ મહાસતીજી, અખંડ સેવાભાવી પૂજ્ય ભદ્રાબાઈ મહાસતીજી આદિ અનેક અનેક સંત સતીજીઓની ઉપસ્થિતિમાં ડુંગર દરબારમાં દ્વિતીય દિવસનાં નિયુક્ત કરવામાં આવેલાં સંઘપતિ અર્ચનાબેન ભાવેશભાઈ પારેખ પરિવારના ભાવિકો દ્વારા અષ્ટમંગલના શુભ પ્રતિકો સાથે ગુરૂ ભગવંતોના પ્રવેશ વધામણાં કર્યા બાદપારેખ પરિવારનું ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને સન્માન કર્યા બાદ રાષ્ટ્રસંત પૂજ્યના કરકમલમા પારેખ પરિવારે અહોભાવી આગમપોથી અર્પણ કરી હતી.

123આ અવસરે ભાવિકોને અમૃતવાણી સમાન બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્યએ સમજાવ્યું હતું કે, વર્ષે વર્ષે પર્વાધિરાજ પર્વ  આવી અને વિદાય લઈ લેતાં હોય છે.પરંતુ આ પર્વ દરમ્યાન જે પોતાની સેલ્ફને  ચેક કરીને ચેન્જ થઈ જાય છે તે, પોતાનાં અંતરનું શુધ્ધિકરણ કરી લે છે. એના જીવનમાં પર્યુષણ માત્ર ૮ દિવસ નહીં પરંતુ લાઈફ ટાઈમ માટે બિરાજમાન થઈ જતાં હોય છે. પર્વાધિરાજ પર્યુષણ તે સિધ્ધત્વની એક્સપ્રેસમા બેસવા માટે એક પ્લેટફોર્મ છે, જ્યાથી આગળ કોઈ ગતિ નથી હોતી, જ્યાંથી આગળ કોઈ દિશા નથી હોતી. એવી સિધ્ધત્વની યાત્રાના પ્રારંભ માટે એક દ્રષ્ટિ પ્રગટ કરવાની હોય છે જેને પરમાત્માએ અનેકાંત દ્રષ્ટિ તરીકે ઓળખાવી છે.

જ્યાં દરેક શક્યતાનો સ્વીકાર હોય તે અનેકાંત દ્રષ્ટિ હોય છે. જેને અનેકાંત દ્રષ્ટિ પ્રગટ થાય છે, એને જ અરિહંતતાની પ્રાપ્તિ થતી હોય છે. જેની પાસે એકાંત દ્રષ્ટિ હોય છે તે સંસારનાં પેસેન્જર છે, અનેકાંત દ્રષ્ટિ તે પ્રભુની દ્રષ્ટિ છે. સામેવાળાના વિચારોને સમજવા, સામેવાળાની દ્રષ્ટિને સમજવી, એના પોઇન્ટ ઓફ વ્યુને સમજવું તે હોય છે પ્રભુ દ્રષ્ટિ જ્યાં પ્રભુ દ્રષ્ટિ હોય છે ત્યાં પહેલાં અન્યનો વિચાર હોય છે પરંતુ જ્યાં સંસાર દ્રષ્ટિ. હોય છે ત્યાં પહેલાં માત્ર પોતાનો જ વિચાર હોય છે.Whatsapp Image 2018 09 07 At 1.50

સંસારમાં રહીને પણ અરિહંતતા પ્રગટવવા માટે અનેક અનેક પ્રવૃતિઓનું દ્રષ્ટાંત આપીને રાષ્ટ્રસંત પૂજ્યએ સમજાવ્યું હતું કે, સંસાર દ્રષ્ટિ વાળા જીવ શોપીંગ માટે જાય તો ત્યાંથી માત્ર પર્દા ખરીદીને આવતાં હોય છે પરંતુ પ્રભુદ્ગષ્ટિનાં જીવ પર્દા ઓછા અને પુણ્ય વધારે લઈને પાછા આવતાં હોય છે એટલે કે સ્વયં માટે ઓછું અને અન્ય જરૂરિયાતમંદોનો વિચાર પહેલાં કરતાં હોય છે.

સિદ્ધશીલાનાં દિવ્ય પ્રતિક પર ર્તીંકર બનીને બીરાજવાનો લાભ ઋષભભાઈ શેઠ, મલયભાઈ પારેખ, રાજેશભાઈ સંઘાણી, અમીબેન કોઠારી અને કમલેશભાઈ લાઠીયાએ લીધેલ હતો. આંખ પર પટ્ટી બાંધીને ૧૪ રાજલોકમાં સૌથી ઉપર રહેલી સિદ્ધશીલાનાં દર્શન કરીને, ત્યાં જલ્દીથી પહોંચવાની ભાવનાને દ્રઢ કરવા ભાવિકોએ રડતી આંખે સિદ્ધત્વની ભાવયાત્રા કરી હતી.

આ અવસરે ડુંગર દરબારમાં પધારેલાં દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ આદિ ભાવિકોની ઉપસ્થિતિને અનુલક્ષીને રાષ્ટ્રસંત પૂજ્યએ સેંકડો વર્ષ પહેલાં પ્રભુ મહાવીરના સોની જ્ઞાતિના, કુંભાર અને બ્રાહ્મણ જ્ઞાતિના શિષ્યોની વાતનો ઉલ્લેખ કરીને સમજાવ્યું હતું કે જૈનત્વ તે કોઈ એક જ્ઞાતિની વિશેષતા નથી પરંતુ પ્રભુદ્રષ્ટિ છે જ્યાં ડ્રેસ કદાચ અલગ અલગ હોઈ શકે પરંતુ એડ્રેસ તો દરેકનો એક જ હોય છે.

પૂજ્ય પરમ પવિત્રજી મહાસતીજીએ આ અવસરે ગુરુ ચરણ અને ગુરુ સમર્પણતાનું મહત્વ સમજાવીને સુંદર બોધ પ્રદાન કર્યો હતો. અજયભાઇ શેઠ,  રીના બેન બેનાણી તેમજ ગુરુ વચનને માત્ર ભાવી નહીં પરંતુ પ્રતિભાવ આપીને સ્વીકાર કરી લેનારા એવા દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ વોરાની ઉદારભાવનાની પ્રશસ્તિ કરતાં મહાનુભાવો હસ્તે એમને શાલ અર્પણ કરીને તેમજ આત્માના સુંદર પ્રતિક અને શ્રી યંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પર્વાધિરાજ પર્વના આઠ દિવસ દરમ્યાન રાષ્ટ્રસંત પૂજ્યએ કરેલી વિવિધ પ્રકારના દાનની પ્રેરણાને ઝીલીને અનેક અનેક ભાવિકોએ દ્વિતીય દિવસે જરૂરિયાતમંદ ભાવિકો માટે સ્ટેશનરીનું દાન કર્યું હતું અને આવતીકાલે વાસણોનું અનુદાન કરશે.

પર્યુષણનાં અનેરા પર્વ અવસરે રાજકોટનાં ભાવિકોને જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપના માહોલી રંગી દીધા બાદ આવતીકાલે પર્યુષણના તૃતીય દિવસે ૦૮.૦૯.૨૦૧૮, શનિવાર સવારે ૦૮:૪૫ કલાકે રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે સીમંધર સ્વામીના દર્શન કરવા માટે પ્રભુભૂમિ મહાવિદેહ ક્ષેત્રની ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાવિદેહ ક્ષેત્રની ધન્ય ધરા પર બિરાજીત જયવંતા ર્તીંકર સીમંધર સ્વામીના ભાવ દર્શન કરી પ્રભુ પાસે પહોંચીને, પોતાની ભૂલોની માફી માંગીને પ્રભુ સમક્ષ હ્રદયની વાત કરવા ભાવિકો પ્રભુને પત્ર લખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોયલપાર્ક ઉપાશ્રયમાં સવારે રાષ્ટ્રસંત પૂજ્યનાં સાંનિધ્યે ૭.૦૦ થી ૮.૦૦ કલાક ઇનર ક્લીનીગ કોર્સમાં, બપોરે પૂજ્ય મહાસતીજીઓ દ્વારા પ્રેરિત જ્ઞાનવર્ધક કાર્યક્રમોમાં અને સવિશેષ નવદીક્ષિતા પૂજ્ય પરમ સંબોધિજી મહાસતીજીનાં સાંનિધ્યમાં રાત્રે ૮.૪૫ કલાકે ૧૫ થી ૪૦ વર્ષનાં બહેનો આત્મિક વિકાસનાં અનેરા માર્ગદર્શન મેળવી ધન્ય બની રહ્યા છે.

જાગનાથ દેરાસરમાં ભગવાનને આકર્ષક આંગી: ભાવિકોના ઘોડાપુર

20180906215038 Img 2992પર્યુષણ પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી છે. પર્યુષણમાં કર્મના મર્મને ભેદવાની જે તાકાત છે20180906215130 Img 2994તે અન્ય પર્વમાં નથી ત્યારે શહેરના જાગનાથ દેરાસરમાં ભગવાનને આકર્ષક આંગી કરવામાં આવી હતી. આ પ્રસંગે દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.