વડોદરામાં ‘આત્મનિર્ભર ગુજરાત’ યોજનામાં સહુ સહભાગી બને

સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટીના હોદેદારો સાથેની બેઠકમાં કલેકટરનો અનુરોધ

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે નાના વેપાર ધંધા કરનારા રોજગારીઓ અને કારીગરો ઇત્યાદિ ને કોરોના સંકટ અને લોક ડાઉન થી સર્જાયેલા વાતાવરણમાં પીઠબળ આપવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજનાના અમલીકરણ અંગે સહકારી બેન્કો,ક્રેડિટ સોસાયટીઓ અને તેમના ફેડરેશનો ના પદાધિકારીઓ સો આ યોજનાના વ્યાપક અને સમુચિત અમલ માટે પરામર્શ કર્યો હતો તા લક્ષિત લાર્ભાથીઓને લાભ મળે એવા સુચારુ અમલ માટે સહુને અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના નિયમન માટે જાહેર કરવામાં આવેલા લોક ડાઉન ને લીધે ધંધા,રોજગાર અને ર્આકિ પ્રવૃત્તિઓને પ્રતિકૂળ અસર પડી છે.સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આ સંજોગોમાં નાના ધંધા રોજગાર કરનારાઓ, કારીગરો વિગેરેને ર્આકિ પીઠબળ આપવા વાર્ષિક ૨ ટકાના સાવ નજીવા વ્યાજ દર આધારિત મહત્તમ રૂ.૧ લાખનું ધિરાણ આપવાની આત્મ નિર્ભર ગુજરાત યોજના જાહેર કરી છે અને આ ધિરાણ આયોજનનો અમલ ઉપર જણાવેલી સંસઓના માધ્યમ થી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ બેઠકમાં આ યોજનાનો ઝડપી અને સુચારુ અમલ થાય અને લક્ષિત લાર્ભાથીઓ તેનો લાભ લઈ ર્આકિ પીઠબળ મેળવે એની વ્યવસનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.જિલ્લા કલેકટરએ સહુને તેના અમલમાં સહભાગી બની સામાજિક જવાબદારી અદા કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે આ યોજનાના ફોર્મ ના વિતરણ અને ભરાયેલા ફોર્મ સ્વીકારવાની વ્યવસમાં સામાજીક અંતરના પાલન સહિતની તમામ તકેદારીઓનું પાલન થાય એવી સમુચિત વ્યવસ ગોઠવવા પર ભાર મૂક્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ અમલીકરણ માં ઉપયોગી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર જશવંત ચારેલ,વડોદરા જિલ્લા મધ્યસ્ સહકારી બેંકના અધ્યક્ષ, જનરલ મેનેજર,  વડોદરા અર્બન કો ઓપરેટિંવ બેંક ફેડરેશન, વડોદરા જિલ્લા ક્રેડિટ સોસાયટી ફેડરેશન ના અને ક્રેડિટ સોસાયટીઓના પદાધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા અને પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો હતો.

Loading...