મવડી પ્લોટ નજીક પરિણીતાએ ઝેર પી જીવન ટુંકાવ્યું

150

પુત્રની બિમારી અને બહેન સાથે અણબનાવના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ

મવડી પ્લોટમાં રહેતા પરિણીતાએ ગત તા. ૧૩ ડિસે.ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પીજતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી પ્લોટ મેઈન રોડ ઉદયનગર -૧મા રહેતા સેજલબેન કેવિનભાઈ ગઢવી નામના ૩૦ વર્ષિય પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મૃતક સેજલબેનના પુત્ર છેલ્લા ઘણા સમયથી બિમાર હોય જેની અમદાવાદ હોસ્પિટલમાં દવા ચાલુ હોય જેની ચિંતામાં તથા પોતાની બહેન સાથે ઘણા સમયથી અનબન હોય જેના કારણે ગઈકાલે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

Loading...