Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મઘોષે શ્રુતદેવતાને આહવાન આપતું દિવ્ય જ્ઞાનપૂજન કરીને ૨ હજાર બાળકોએ જ્ઞાન પંચમીની આરાધના કરી

આત્મજ્ઞાનના ઊંચા ઊંચા શિખરો સર કરીને, જીવનની ક્ષણ ક્ષણ જ્ઞાનભાવમાં રમણ કરીને, હજારો હજારો ભાવિકોને સત્યનું ભાન કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના મુખેથી જ્ઞાનના દેવ એવા શ્રુતદેવતાને આહવાન  આપવા સો કરાવવામાં આવેલાં જ્ઞાનપૂજનની આરાધનામાં જોડાઈને હજારો ભાવિકો ધન્ય ધન્ય બન્યાં હતાં.

શ્રી રોયલ પાર્ક સનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા-ઓમાનવાલા ઉપાશ્રયના ઉપક્રમે રાજકોટના શ્રી ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં જ્ઞાનપંચમીના પાવન અવસર નિમિત્તે આયોજિત કરવામાં આવેલાં જ્ઞાન પૂજન અનુષ્ઠમનના પ્રારંભે અત્યંત અહોભાવ પૂર્વક શ્રી રોયલપાર્ક સંઘના દ્વારે ડુંગર દરબાર સુધીની જ્ઞાનયાત્રામાં લુક એન લર્ન જૈનજ્ઞાનધામના નાના નાના અનેક બાળકો જોડાયા હતાં. અને જ્ઞાન તેમજ જ્ઞાનદાતા એવા સદ્દગુરુ ભગવંત પ્રત્યે જયકાર કરીને રાજકોટના રાજમાર્ગોને ગુંજવી દીધાં હતાં. Whatsapp Image 3ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં નાના નાના બાળકોએ અત્યંત અહોભાવપૂર્વક પૂજ્ય ગુરુ ભગવંતના પ્રવેશ વધામણાં કર્યા હતાં.કાર્યક્રમના પ્રારંભે લુક એન લર્નના બાળકો દ્વારા સુંદર સ્વાગત નૃત્યની પ્રસ્તુતિ  કરવામાં આવી હતી. પ્રભુ કતિ જ્ઞાનવૃધ્ધિકર એવા દસ અમૂલ્ય નક્ષત્રમાંનાં પૂર્વાષાઢા નક્ષત્રના દુર્લભ યોગમાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રી એ નાભિના નાદી વિશિષ્ટ પ્રકારના મંત્રોચ્ચારપૂર્વક શ્રુત દેવતાઓને આહવાન આપીને જ્ઞાન પ્રાગટ્યની ત્રણ તબક્કામાં આરાધના કરાવવામાં આવી હતી.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ અત્યંત બાળસહજ શૈલીમાં જ્ઞાનપ્રાગટ્ય અને જ્ઞાનવિકાસની સમજ આપતાં કહયું હતું કે, જેમ જેમ જ્ઞાનની આરાધના, જ્ઞાનનું પૂજન અને જ્ઞાન દેવતાનો વિનય કરવામાં આવે છે એમ એમ અંતરની અનંત જ્ઞાનશક્તિઓ ખીલતી જતી હોય છે. વડીલજનો, ગુરુજનોનો કદી અવિનય ન કરીને એમનો વિનય કરનારા, જ્ઞાનની આરાધના કરનારા,શ્રુત દેવતાઓનું પૂજન અને ગણધર ભગવંતોને નમસ્કાર કરનારને જીવનમાં જ્ઞાનનું પ્રાગટય ઇ જતું હોય છે. એનાી પણ વિશેષ જે પોતાના માતા-પિતાના જમણા પગના અંગૂઠાનો દરરોજ વિનયભાવે સ્પર્શ કરીને આશીર્વાદ પામતાં હોય છે તે મંત્ર કરતાં પણ વધારે અસરકારક બનીને સુપર મેમરીના ધારક બની જતા હોય છે. અને ભગવાન મહાવીર બતાવેલાં જ્ઞાનવૃદ્ધિ કરાવનારા દસ નક્ષત્રના યોગમાં જ્ઞાન આરાધના કરવાી જ્ઞાનનો વિકાસ તો હોય છે.Whatsapp Image 2રાજકોટ લુક એન લર્નના નાના બાળકો દ્વારા પ્રસ્તુત હું જ્ઞાની બનીશ નાટિકામાં બાળકો દ્વારા જ્ઞાનને પ્રગટ કરવા માટેના આવશ્યક ગુણોનો પરિચય કરાવામાં આવ્યો હતો.આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના મુખેથી પ્રગટતાં મંત્રોચ્ચાર દ્વારા અભિમંત્રિત દેવાધિષ્ઠિત એવા મંગલ કળશને ઘરે લઈ જવાનો અમૂલ્ય લાભ મીત હિતેનભાઈ મહેતા અને મીર મીમલભાઈ જોષીએ લીધો હતો. તા વિનયવાન સ્ટુડન્ટ હર્ષદોશી રાષ્ટ્રસંત પૂજ્યના શુભ હસ્તે કળશ મેળવી સદભાગી બન્યાં હતાં.

સદગુરુ મુખેથી જ્ઞાન પ્રાગટ્યના મંગલ આશીર્વાદ અને જ્ઞાનવૃદ્ધિનું અમૂલ્ય માર્ગદર્શન પામીને અત્યંત અહોભાવના ભાવ સાથે આ દિવ્ય કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.