Abtak Media Google News

દિકરી મારી લાડકવાયી… લક્ષ્મીનો અવતાર

૨૨ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે: દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા તૈયારીઓ પૂર્ણતાના આરે: ૨૯મીએ મહેંદી રસમ અને ‘કાળજા ના કટકા’ માટે સાહિત્ય સંગીત પીરસશે અશ્ર્વિન જોશી: ૩૦મીએ ભવ્ય લગ્નોત્સવ: ૧૬૪થી વધુ વસ્તુ અને સોના-ચાંદીના દાગીનાનો કરીયાવર: ૧૫૦થી વધુ સેવાભાવીઓ કાર્યરત: ‘દિકરાનું ઘર’ની ટીમ ‘અબતક’ના આંગણે

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા ૧૬મી જાન્યુઆરીએ દરેક ક્ધયાઓને ગોવા ફરવા માટે મોકલાશે : દર વર્ષે એક વખત દરેક દિકરીઓને સાસરેથી બોલાવાશે.

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા આગામી તા.૨૯ અને ૩૦ ડિસેમ્બર દરમિયાન પિતા વિહોણી ૨૨ દિકરીઓનો ભવ્ય લગ્નોત્સવ યોજાનાર છે. ‘વ્હાલુડીના વિવાહ’માં જે દિકરીઓના પિતા અથવા માતા-પિતા હયાત નથી અને જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેવી ૨૨ દિકરીઓની ઉદાસ આંખોમાં મેઘધનુષના સ્વપ્ન ભરવાની જવાબદારી વૃધ્ધાશ્રમ કમીટીએ ઉત્સાહભેર સ્વીકારી છે.

Dsc 2653‘વ્હાલુડીના વિવાહ’ને અવિસ્મણીય બનાવવા આગેવાનો મુકેશ દોશી, કિરીટ આદ્રોજા, અનુપમ દોશી, હેમલ મોદી, ઉપેન મોદી, પ્રતાપભાઈ પટેલ, ચંદુભાઈ શાહ, સુનિલ વોરા, પ્રવિણ ગૌસ્વામી, હરેશ પરસાણા, નલીન તન્ના તથા સેવાભાવી બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે, જે સમાજ શ્રેષ્ઠીઓને દિકરીઓનું સુખ નથી તેઓ આ ૨૨ દિકરીઓને ક્ધયાદાન કરી ધન્ય બનશે. તા.૨૯મીએ મહેંદી રસમ, સાંજે ૮ કલાકે પ્રમુખ સ્વામી હોલમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દિકરી વિશે જેમણે ઘણું સાહિત્ય પીરસ્યું છે તેવા મોટા ગજાના કલાકાર અશ્ર્વિન જોષી દિકરી પરનું સાહિત્ય પીરસી કાળજુ ધોવડાવશે. તા.૩૦-૧૨ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે ગ્રીન લીફ પાર્ટી પ્લોટ ખાતે જાન આગમન, હસ્ત મેળાપ અને રાત્રે ૮:૩૦ કલાકે જાન વિદાય થશે. આમંત્રીતો માટે સ્વ‚ચી ભોજન રાત્રે ૮ કલાકે યોજાશે.

આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા ૧૬મી જાન્યુઆરીએ દરેક ક્ધયાઓને ગોવા ફરવા માટે મોકલાશે તે ઉપરાંત દર વર્ષે એક વખત દરેક દિકરીઓને સાસરેથી બોલાવી મીટીંગ મળશે. લગ્નોત્સવને સફળ બનાવવા ૧૫૦થી વધુ કાર્યકરો છેલ્લા પાંચ મહિનાથી કાર્યરત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.